ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ સેકટર-24 ખાતે “વૃક્ષારોપણ” કાર્યક્રમમાં સહભાગી બનીને છોડનું રોપણ કર્યું.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ વોર્ડ નંબર 03 માં સરકારી પ્રાથમિક શાળા, સેકટર-24 ખાતે “વૃક્ષારોપણ” કાર્યક્રમમાં સહભાગી બનીને છોડનું રોપણ કર્યું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે આવો, આપણે સૌ પર્યાવરણ જાળવણીને નૈતિક જવાબદારી સમજીને વધુ વૃક્ષારોપણ કરીએ તેમજ તેના જતનનો સંકલ્પ લઈએ.

આ દરમિયાન શહેર અઘ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *