
વિશ્વ દિવસ ની ઉજવણી નિમિત્તે આરડૅકતા કૉલેજ મેત્રાલ ખાતે આપણા ઞુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગ ના રાજય કક્ષાના મંત્રી શ્રી માનનીય ભીખુસિહ પરમાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા મા ખુબ જ ધામ ધુમથી આનંદ ઉલ્લાસ થી જિલ્લા કક્ષાનો મહોત્સવ ઉજવાયો હતો અને ત્યાર બાદ. જેમ કૃષ્ણ જી એ વિદુર જી ની ભાજી અને રોટલો ભાવથી જમ્યા હતા અને રામ અવતાર મા ભાવ જોઈને રામે શબરી ના ઍઠા બોર જમ્યા હતા. તેમ આટલા મોટા ઞુજરાત સરકાર ના રાજય કક્ષાના મંત્રી શ્રી અને સાથે મંત્રી મંડળ તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો ની સમગ્ર ટીમ આજરોજ જેમ કુબા મા હાથી પેઠો એમ મા મંત્રી શ્રી આટલો મોટો હોદ્દો ધરાવનાર હોવા છતાં મારા જેવા ગરીબ ના ઘેર પધરામણી કરી હતી અને જેમ દુધમાં સાકર ભળી જાય એમ અમારા ઞરીબ આદિવાસી પરીવાર સાથે ભળી જ ઈને. કોઈ પણ જાતના ભેદભાવ વગર સામાન્ય માણસ ની પેઠે અમારી સાથે નીચે બેસી ને ભોજન મા મકાઈ નો રોટલો અને કંકોડા નુ શાક અને દેશી છાછ જમ્યા હતા અને તેમની સાથે જિલ્લા પ્રમુખ ધીરૂભાઈ પટેલ સુરેશભાઈ પટેલ સંગઠન મંત્રી. નરેશ ભાઈ પટેલ. રામભાઈ શ્રી ઈડર તાલુકાના પ્રભારી મુળજીભાઈ પટેલ તેમજ ખુબ જ મોટી સંખ્યામાં મંત્રી મંડળ ના પદાધિકારીઓ એ મહેમાનગતિ માણી
તાલુકા ચીફ મકબુલ હુસેન