ગાંધીનગર મહાનગરપાલિકા મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ વોર્ડ નં-10 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની છોડનું રોપણ કર્યું.

ગાંધીનગર મહાનગરપાલિકા મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ આજરોજ વોર્ડ નં-10 માં આવેલ પ્રાચીન અને ઐતિહાસિક કુંભેશ્વર મહાદેવ મંદિર, કોબા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની છોડનું રોપણ કર્યું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે આવો આપણે સૌ સાથે મળીને હવા – પાણીના પ્રદુષણ ઘટાડવા તેમજ ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા વૃક્ષારોપણ કરીને તેનું જતન કરીએ. આ દરમિયાન શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ, સામાજિક- રાજકીય અગ્રણીઓ તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *