મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે બેઠક યોજાઈ

આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ વીર-વીરાંગનાઓને ઉચિત સન્માન પ્રદાન કરવાના પાવન ધ્યેય સાથે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ “મેરી માટી, મેરા દેશ” “હર ઘર તિરંગા” તેમજ “તિરંગા યાત્રા” અભિયાનના પૂર્વ આયોજનના ભાગરૂપે આજરોજ મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે બેઠક યોજાઈ. જેમાં આ અભિયાનને વધુમાં વધુ સફળ બનાવવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, ડે. કમિશનરશ્રી કેયુરભાઈ જેઠકે, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સંગઠનના હોદેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *