
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
17/08/2023 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વ્યારા નગર ની વર્ષ ૨૦૨૩-૨૪ ની નૂતન કારોબારી ની ઘોષણા કરવામાં આવી છે જેમાં વ્યારા નગર અઘ્યક્ષ તરીકે ડો.વિજયભાઈ લિંગાયત, વ્યારા નગર મંત્રી તરીકે દિપ્તેશભાઈ ગામીત તથા વ્યારા નગર સહમંત્રી તરીકે પ્રાચીબેન ચૌધરી,અભિષેકભાઈ ત્રિવેદી,મિતુલભાઈ ગામીત તથા સાગરભાઈ મરાઠેને દાયિત્વ મળેલ છે.
આ કારોબારી ઘોષણાનો કાર્યક્રમ વ્યારા સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા,ઉત્તર – પશ્ચિમ ક્ષેત્રના જનજાતિ કાર્ય પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગામીત તથા પ્રાંત સહમંત્રી પ્રયાગભાઈ ચૌધરી, તાપી જિલ્લા સંયોજક હિરેનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.