
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
મુંબઈ રાજ્ય વખતે 1952માં બનેલ રાજકુમાર શાળાના (ગીરીકન્યા છાત્રાલય) મકાનમાં શરૂ થયેલ ડાંગ જિલ્લાની આહવાની સૌથી મોટી અને જૂની સરકારી માધ્યમિક ઉ.મા. શાળા, આહવાને આજે 71 વર્ષે થયા છે. તે ગુજરાતી અને મરાઠી ભાષામાં શાળા ચાલતી હતી. તે વખતના આચાર્યને સરકાર તરફથી આ રીતના મેડલ આપતા હતા. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય બન્યા. 1960થી આ શાળા ગુજરાતી ભાષી થઈ. આજે આ શાળા ચોથું પોતાનું ત્રણ માળનું મકાન મા ચાલતી શાળાના આજના આચાર્ય અમરસિંહ ગાગુર્ડાને સ્ટોર રૂમની એક પેટીમાંથી સાફ-સફાઈ અને નિકાલ કરતા આ મેડલ પ્રાપ્ત થયું છે. જે આચાર્યના નામના બોર્ડમાં ટાંગવામાં આવેલ છે.
આવા મેડલ આજે ડાંગ દરબારમાં મેળામાં ડાંગના પાંચ રાજાઓને રાજકીય સાલિયાનો આપતી વખતે એમની પાછળ ઉભા રહેતા એમના સેવકના પટ્ટામાં આવા મેડલ જોવા મળે છે.
