


રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
દેશભરમાં યોજાઈ રહેલા ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમના ઉપલક્ષમાં ડાંગ પોલીસ દ્વારા જિલ્લાના પ્રસિદ્ધ અને રમણીય પ્રવાસન સ્થળ એવા વઘઇના ગીરાધોધ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલની આગેવાનીમાં ગીરાધોધ જતા માર્ગ સહિત, ધોધ સંકુલ, અને પરિસરમાં આયોજિત આ તિરંગા યાત્રાએ, સ્થાનિક પ્રજાજનો અને પ્રવાસીઓમાં કુતૂહલ સાથે અનોખી દેશભક્તિ જગાવી હતી. પોલીસ ફોર્સના આ કાર્યક્રમે પ્રજાજનોમાં જનજાગૃતિ જગાવવા સાથે ‘મેરી માટી, મેરા દેશ’ નો સંદેશ પણ લોકો સુધી બખૂબી પહોંચાડ્યો હતો.