ડાંગ જિલ્લામા સખી મંડળની બહેનો દ્વારા રાખી મેળો શરૂ કરાયો

ડાંગના અધિક નિવાસી કલેક્ટર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયારના હસ્તે આહવા ખાતે રાખી મેળો ખુલ્લો મુકાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર પુરસ્કૃત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડાંગ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયારના હસ્તે આહવા ખાતે રાખી મેળો ખુલ્લો મુકાયો હતો.

આહવા ખાતે જુની કોર્ટની સામે શરૂ થયેલ રાખી મેળામા સખી મંડળની બહેનો દ્વારા રાખડી, બહેનોના શૃંગારની ચીજવસ્તુઓ તેમજ રાગીની બનાવટોનુ વેચાણ કરવામા આવશે.

સખીમંડળની બહેનોને રોજગારી મળી રહે તે માટે તા.૨૯ મી ઓગસ્ટ સુધી આયોજિત આ રાખી મેળામાં, સખી મંડળના કુલ ૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત આરસેટી, આહવા દ્વારા રાખડીની તાલીમ આપવામા આવેલ સખી મંડળોના સ્ટોલને પણ સામેલ કરવામાં આવ્યા છે.‌

આહવા ખાતે યોજાયેલ રાખી મેળામાં શીવ કૃપા મિશન મંગલમ-આંબાપાડા, સહેલી બચત જુથ-ચીચીનાગાંવઠા, આત્માનિર્ભર સખી મંડળ-આહવા, શ્રીજી સખી મંડળ-આહવા, હેત સખી મંડળ-ગાઠવી અને મહિમા સખી મંડળ-આહવા દ્વારા રાખડી તેમજ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરાશે.

રાખી મેળાના શુંભારંભ પ્રસંગે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરશ્રી સજલ મેઠ્ઠા તથા આરસેટી નિયામકશ્રી રાજેન્દ્ર પાઠક, એનઆરએલએમ સ્ટાફ તથા સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM