
ડિજિટલાઇઝ કાર્યપદ્ધતિથી ડેટા સ્ટોરેજ તેમજ વિવિધ કાર્યોનું સંચાલન, મોનીટરીંગ અને રિપોર્ટિંગ વધુ સુગમ અને સરળ બનશે.

ગાંધીનગર, તા. ૫ સપ્ટેમ્બર
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેકટર ૨૧ સ્થિત શહેર ભાજપના અપડેટેડ DIGICONNECT કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ડિજિટલ માધ્યમના મહત્તમ ઉપયોગ અંગે સતત પ્રેરણા આપતા રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગ થકી જનતાની સુવિધામાં અનેકગણો વધારો થઈ શકે છે તે તેઓએ સિદ્ધ કરી બતાવ્યું છે, જેના લાભ આપણી સમક્ષ છે. ગાંધીનગર મહાનગર ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના મતક્ષેત્રમાં આવે છે, તેઓનું માર્ગદર્શન પણ મહાનગર ભાજપા એકમને સતત પ્રાપ્ત થતું રહે છે ત્યારે આગામી સમયમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કાર્યાલય થકી વધુ કાર્યક્ષમતા સાથે કાર્ય કરી શકાશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલના નવસારી લોકસભા કાર્યાલય ખાતે ઘણા લાંબા સમયથી ટેકનોલોજીના ઉપયોગથી ડિજિટલ માધ્યમથી કાર્યાલયનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમના ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદથી પ્રદેશ સ્તરે પણ સંચાલન તેમજ વિવિધ વિષયો બાબતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે તેના સકરારમમક પરિણામો પ્રાપ્ત થયા છે. કાર્યાલયની ડિજિટલાઇઝ કાર્યપદ્ધતિથી ડેટા સ્ટોરેજ તેમજ વિવિધ કાર્યોનું સંચાલન, મોનીટરીંગ અને રિપોર્ટિંગ વધુ સુગમ અને સરળ બને છે તેને અનુસરતા મહાનગર ભાજપા કાર્યાલયને પણ DIGICONNECT કાર્યાલય બનાવાયુ છે. ગાંધીનગરના પ્રભારી મંત્રી તેમજ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનું સુરત સ્થિત કાર્યાલય પણ લાંબા સમયગાળાથી ડિજિટલ પદ્ધતિથી કાર્યરત છે. નાગરિકોની રજૂઆતનું નિરાકરણ ટેકનોલોજીના ઉપયોગ થકી વધુ સરળતાપૂર્વક આવે, નાગરિકોને રજૂઆત અંગેની માહિતી અંગે અપડેટ મળે તે હેતુ થી ગાંધીનગરના તમામ ૧૧ વોર્ડના કાર્યાલય ડિજિટલ બનાવી વિશેષ સોફ્ટવેર મારફતે કામગીરી કરાશે જેમાં વોર્ડ નં.૧ કાર્યાલય કાર્યરત થઈ ચૂક્યું છે જ્યારે બાકીના કાર્યાલય જન્માષ્ટમીના તહેવાર બાદ તબક્કાવાર રીતે કાર્યરત થશે.
આજરોજ શહેર ભાજપના DIGICONNECT કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ મંત્રી અને મહાનગરના પ્રભારી શ્રીમતી નૌકબેન પ્રજાપતિએ ડિજિટલ કાર્યાલયના શુભારંભ માટે શહેર ભાજપ સંગઠનને શુભેચ્છાઓ પાઠવી હતી.
