અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે નવ વર્ષ બાદ વિના મુલ્યે મહિલા ની નોર્મલ પ્રસુતિ કરાવી


કમલમ્ ન્યુઝનરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નવ વર્ષ બાદ મહિલા ને પ્રસુતિ ની સારવાર આપવામાં આવી છે. ડિસ્પેન્સરી ખાતે 2014 માં ગાયનેક સેવા બંધ થયા બાદ આખરે 2023 માં નવ નિર્મિત હોસ્પિટલ માં ગાયનેક સેવાનો પ્રારંભ કરાયો છે.ડિસ્પેન્સરી ના ગાયનેક તબીબ તેમજ મેડિકલ ઓફિસર દ્વારા નોર્મલ પ્રસુતિ કરાવી હતી. નવ વર્ષ બાદ પ્રથમ પ્રસૂતિ કેસ આવતા ડિસ્પેન્સરી ખાતે નિઃશુલ્ક સારવાર કરી આપી હતી. આગામી દિવસો માં ગાયનેક સેવા વધારવા ની કવાયત શરુ કરી છે.

અંકલેશ્વર નગરપાલિકા ની ડિસ્પેન્સરી કમિટી સંચાલિત નગર પાલિકા હોસ્પિટલ ખાતે આશરે નવ વર્ષ બાદ ગાયનેકોલોજિસ્ટ સેવા નો પ્રારંભ કરતાં મહિલાની સફળ નોર્મલ પ્રસુતિ કરવામાં આવી છે.નગર પાલિકા દ્વારા ડિસ્પેન્સરી ખાતે ગાયનેક સેવા નો પ્રારંભ કરવા માટે છેલ્લા કેટલાક સમય થી કવાયત શરુ કરી હતી અંતે તે સફળ રહી છે.ગાયનેકોલોજિસ્ટ તબીબ અર્ચના રાજ ના સહયોગ થી નવ વર્ષ બાદ અને નવા હોસ્પિટલના નિર્માણ બાદ હોસ્પિટલ ખાતે પ્રથમ પ્રસૂતિ સંભવ થઇ હતી. નગર પાલિકા ડિસ્પેન્સરી ખાતે મૂળ અંકલેશ્વર તાલુકા ના સેગપુર ના અને હાલ પીરામણ ગામ ના હેપ્પી નગર ખાતે રહેતા ઝૈનબબીબી જુનેદ બેલીમ ની હોસ્પિટલ માં સારવાર ચાલી રહી હતી. જો કે તેઓ ને અચાનક પ્રસુતિ ની પીડા ઉપાડતા તેને નગર પાલિકા ની ડિસ્પેન્સરી ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મેડિકલ ઓફિસર સનોબર કાનુગા તેમજ ગાયનેક ડૉ. અર્ચના રાજ દ્વારા મહિલા ની સફળતા પૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી. મહિલા એ બાળક ને જન્મ આપ્યો હતો. 9 વર્ષ બાદ નગર પાલિકા ડિસ્પેન્સરી ખાતે પ્રસુતિ ની સારવાર સંભવ થઇ હતી. જેને લઇ ડિસ્પેન્સરી દ્વારા મહિલા ને તમામ સારવાર નિઃશુલ્ક આપી હતી. આગામી દિવસોમાં ગાયનેક તબીબ ની મદદ થી પાલિકા ખાતે ગાયનેકોલોજિસ્ટ સેવા ને વેગવંતી કરવા માટે નગર પાલિકા દ્વારા કવાયત શરુ કરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *