
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ની રંગ ઈન્ટરનેશલ સ્કૂલ ખાતે તાલુકા ના નવા બોરભાઠા ક્લસ્ટર કક્ષા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 જેટલી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ એ 33 જેટલી કૃતિઓ રજુ કરી હતી આ પ્રદર્શન માં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા એ ભાગ લીધો હતો



વિદ્યાર્થીઓ ની સર્જનાત્મક શક્તિ ની ખીલવણી તથા વૈજ્ઞાનીક દ્રષ્ટિકોણ ના વિકાસ માટે જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા અંકલેશ્વર તાલુકા ના નવા બોરભાઠા ક્લસ્ટર સીઆરસી કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પાંચ વિભાગો રાખવામાં આવ્યા હતા ,આ ક્લસ્ટર કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં 17 જેટલી સરકારી પ્રાથમિક શાળા અને ખાનગી શાળા ઓ એ ભાગ લીધો હતો આ પ્રદર્શન માં 1 થી 8 ધોરણ ના વિદ્યાર્થીઓ એ 33 જેટલી વિવિધ કૃતિઓ રજુ કરી હતી આ પ્રદર્શન માં અલગ અલગ 5 વિભાગ માં પ્રથમક્રમે વિજેતા થયેલ કૃતિઓ ના વિદ્યાર્થીઓ ને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રંગ ઇન્ટનેશનલ સ્કૂલ ના મેનેજીંગ ડિરેકટર અશોક ઠાકોર ,સી,આર,સી કોઓર્ડિનટર ચન્દ્રવદન પરમાર , સહીત ,માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
