મહેસાણામાં સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન ભૂમિ પૂજન


નવીન જિલ્લા પંચાયત મહેસાણા ખાતે રૂપિયા 32.5 કરોડના ખર્ચે નવ નિર્માણ થઈ રહ્યું છે નિર્માણાધિન સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવનના ભૂમિ પૂજન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી એ મહિલાઓ રાષ્ટ્ર વિકાસમાં સહયોગી બને તેની ચિંતા કરી છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે વિકાસની સાથે સાથે કુપોષણ નાબુદી અભિયાનને વેગ મળે તે દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ યુવાન યુવતીઓ એ પણ ખોરાકની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે સ્વસ્થ અને તંદુરસ્ત શરીર થકી રાષ્ટ્ર નિર્માણ શક્ય છે તેવું આપણે યાદ રાખવું જોઈએ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પ્રમાણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત તેમને છેલ્લા વર્ષોમાં અનેક વિકાસના કાર્યો કરે છે જિલ્લાના તમામ ગામડાઓમાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળે તેની ચિંતા પૂરી કરી છે સાથે સાથે પ્રમુખ છીએ તેમના કાર્યકર દરમિયાન કરેલ વિકાસના કામોની ઝાંખી રજૂ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશ એ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લા પંચાયત ભવનના નિર્માણ થવાથી સુવિધાઓમાં અરજદારોની સુવિધાઓમાં વધારો થશે આ પ્રસંગે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મહિલાઓના લોહીની તપાસમાં કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ હિમોગ્લોબિન ધરાવતી પાંચ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત નવીન ભવનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ઓ સરદારભાઈ ચૌધરી. કરસનભાઈ સોલંકી .સુખાજી ઠાકોર .કિરીટભાઈ પટેલ .અગ્રણી ગીરીશભાઈ રાજગોર .હર્ષાબેન દોશી .પૂર્વ સાંસદ સાગરભાઇ રાયકા .અગ્રણી મયંકભાઇ નાયક જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી .ડીસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ .પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાલાલ ભાઈ ઠાકોર .સમિતિ ચેરમેન હરિભાઈ પટેલ. બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ પટેલ. સિંચાઈ સમિતિ ચેરમેન ગણપતભાઈ પટેલ ન્યાય સમિતિના ચેરમેન અમીશાબેન પરમાર .શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ મહિલા .બાળ વિકાસ સમિતિના ચેરમેન મીનાબેન પટેલ .આરોગ્ય સમિતિ કાર્યકારી ચેરમેન રેખાબેન ચૌધરી સહિત જિલ્લા પંચાયતના સદસ્યો. જિલ્લા પંચાયત અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર ચેતનભાઈ પટેલ,મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *