
એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય..
મોદીજીનુ નેતૃત્વ રસદાર, અસરદાર–દિલીપ સંઘાણી ભારતે વિશ્વને કરાવ્યું વિશ્વદર્શન
G-20 શિખર સમેલન સફળ, સમેલનમા એક સર ભારત પ્રચડ શકિત
વિશ્વ સહકારી સંસ્થા NCUI, IFFCO ચેરમેન દિલીપ સંઘાણી એ પ્રધાનમત્રીને પાઠવ્યા અભિનંદન
ભારતીય સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતી વ્યવસ્થા—આયોજન સાથે ભારતના યજમાનપદે પાટનગર ઈન્દ્રપ્રસ્થ, ભારત મડપમ ખાતે યોજાયેલ G-20 શિખર સમેલનની ભવ્ય સફળતાને બિરદાવતા રાષ્ટ્રિય સહકારી નેતા દિલીપ સઘાણીએ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીન નેતૃત્વ અને રાજદારી કુનિતીની ભારોભાર પ્રશસા કરવા સાથે “વિશ્વને વાત ગળે ઉતારવા”એક પૃથ્વી–એક પરિવાર–એક ભવિષ્ય ની ભાવનાને બળવતર બનાવવાની કલ્યાણકારી નીતી–રીતી શિખરમત્રણાની જીત છે તેમ જણાવેલ.
G-20ની સફળતા એ મોદીજીનો કરિશ્મા છે, રાષ્ટ્રિહિત અને આતરરાષ્ટ્રિય બાબતોનો ઉકેલ સાધવાના રવૈયાથી વિશ્વનેતાગણ ભારત તરફ આશા, ઉકેલ માટે અપેક્ષા ધરાવે એ આપણા દેશની મોટી જીત છે, ભારત ભાગ્યશાળી છે કે, મોદીજીનુ નેતૃત્વ દેશને મળ્યુ છે.દિલીપ સંઘાણી એ એ વાતને ગૌરવ સાથે જણાવી કે, મોદીજી ગુજરાતના મુખ્યમત્રી હતા ત્યારે તેઓના નેતૃત્વમા કામ કરવાની તક મળી હતી એ મારૂ અહોભાગ્ય છે. ચીનની વિસ્તારવાદી નિતી, યુધ્ધ લડતા દેશોમા શાતિ અને આફ્રિકન દેશોને G-20ની સભ્યતા પ્રદાન કરવાની સર્વસમત ઘોષણાની સફળતા ભારતને નવી ઉચ્ચાઈ અપાવી છે તેમ જણાવી દિલીપ સંઘાણી એ નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને વ્યવસ્થા ટીમને અભિનદન પાઠવાયનુ જણાવેલ છે.