

ભુજ : “વિથોણના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી ગુરુ વંદના.” વિથોણ ગ્રામ વિકાસ મંડળ દ્વારા સંચાલિત શ્રી ખેતાબાપા ઉચ્ચતર માધ્યમિક શાળા જે અગાઉ શ્રી જ્ઞાન સરિતા હાઇસ્કુલ ના નામે કાર્યરત હતી આ હાઈસ્કૂલના 1984 થી 87 ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તે સમયે દરમિયાનના ગુરુજનોની ગુરુ વંદના કરી ઋણ ચૂકવ્યું હતું. જે ગુરુજનોને સન્માનિત કર્યા હતા તે કનુભાઈ પટેલ, પદમશીભાઈ ચૌહાણ, મહેશભાઈ ઠાકર, હંસરાજભાઈ જોશી, રમેશભાઈ મેરાજ ,ભારતીબેન જોશી, જયશ્રીબેન ઠક્કર, નીરૂબેન મહેતા , રામભાઈ પટેલને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં કુમકુમ તિલક કચ્છી પાઘ અને ફૂલહાર પહેરાવી ચરણ ધોયા હતા અને વાજતે ગાજતે ખેતાબાપા સંસ્થાન સુધી લઈ ગયા હતા. જ્યાં યોજાયેલ કાર્યક્રમમાં તેમનું મોમેન્ટો અને સાલ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમિશનર ગુજરાત સંગીત નાટક અકાદમીના હર્ષદ પટેલ, બીએસએફના ડીઆઈજી અનંતસિંગ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા , સિવિલ સર્જન કશ્યપ બુચ,પ્રાંત અધિકારી નખત્રાણા મેહુલ બાલાસરા વગેરે ગણ માન્યા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં 10 ગુરુજનોના સન્માનની સાથે પ્રેરા મીલેટરી ફોર્સના નિવૃત્ત જવાનોને પણ બીએસએફના ડીઆઈજી અનંતસિંહ દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે વોલીબોલ નું રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવનાર ચુનીલાલ રામાણી વિથોણ પંથકના સેવાભાવી તબિયત ડોક્ટર આર આર પટેલ અને જીવ દયા પ્રેમી સાધુ ડાયાલાલ કેશવદાસ ની સેવાની નોંધ લેવામાં આવી હતી.મોરઝર અખાડાના સંત દિલીપ રાજા કાપડી , વિરાણી મોટી ના શાંતિદાસજી મહારાજ અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય વિધિથી કાર્યક્રમની શરૂઆત કરેલ. શાળાની બાલિકાઓએ સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરેલ . ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંયોજક હરેશ સાધુ દ્વારા મહેમાનોને આવકાર આપવામાં આવેલ. સન્માનિત ગુરુવર્ય કનુભાઈ પટેલે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આટલા વર્ષો પછી અમારી શૈક્ષણિક યાત્રાને આજે વિદ્યાર્થીઓ યાદ કરે છે તે ગૌરવની વાત છે અમે સૌ આ સન્માન થી ગદગદિત થઈ ગયા છીએ. કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે કચ્છની આ વિશેષતા છે અહીં લોકોનો પ્રેમ છેવટ સુધી રહે છે આજે જ્યારે આવા પ્રસંગે અહીં આવવાનું થયું છે ત્યારે મને આનંદ થાય છે. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે વિથોણનું શૈક્ષણિક અને ખેલ જગતમાં ખૂબ મોટું નામ છે. આજે આવા ગુરુજનોને કારણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેમણે આ સન્માન બદલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. એગ્રો સેલ ના ડાયરેક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે હું પણ આ હાઈસ્કૂલની અંદર ભણ્યો છું અને અહીં જે શિક્ષણ મળ્યું છે તેને કારણે જીવનમાં આગળ વધ્યો છું. સ્વર્ગસ્થ સાધુ સાહેબના પરિવારો તરફથી હાલના વિદ્યાર્થીઓને પ્રતિક ભેટ પણ આપવામાં આવી હતી. માકપટ જૈન સમાજના વિરસેન શાહ,જીગ્નેશ શાહ, રાકેશ વ્યાસ, મામલતદાર નખત્રાણા ડો. નીતિ ચારણ, સ્વામિનારાયણ મંદિરના જાદવજી ગોરસીયા , કચ્છ વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી,બીએસએફના કમાન્ડર દિનેશ સિંઘ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશ ગઢવી ગોપાલ સાધુ ,અલ્પા પટેલ દ્વારા રંગ કસુંબલ ડાયરો રજૂ કરવામાં આવ્યો હતો જે મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. સમગ્રકાર્યક્રમ હરેશ સાધુના માર્ગદર્શન હેઠળ કન્વીનર ખેતુભા જાડેજા વિથોણ ગામ વિકાસ મંડળના પ્રમુખ રતિલાલ ખેતાણી , મંત્રી દિનેશભાઈ રૂડાણી સહિત અનેક કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમની આભાર વિધિ તાલુકા ભાજપના દિલીપ નરસિંગાણી જ્યારે સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું.
