અંકલેશ્વર કન્યા શાળા બ્રાન્ચ 3 ની નિર્માણ પામનાર શાળા ની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ

ઝેડ.સી.એલ કંપની દ્વારા 1.25 કરોડ રૂપિયાના ખર્ચે નવી અત્યાધુનિક શાળા નું નિર્માણ કરશે : પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા ના ખાતમુહૂર્ત પ્રસંગે કંપની વી.પી. સુબ્રત સત્પતિ ના હસ્તે કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર કન્યા શાળા બ્રાન્ચ 3 ની નિર્માણ પામનાર શાળા ની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ઝેડ.સી.એલ કંપની દ્વારા 1.25 કરોડ રૂપિયાના ખર્ચે નવી અત્યાધુનિક શાળા નું નિર્માણ કરશે. પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા ના ખાતમુહૂર્ત પ્રસંગે કંપની વી.પી. સુબ્રત સત્પતિ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા ની પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળા નું નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ની ઝેડ.સી.એલ કંપની દ્વારા સી.એસ. આર પ્રવૃત્તિ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ 3 ની જર્જરિત બિલ્ડીંગ જોતા તેને દત્તક લેવાનું નક્કી કરી જૂની બિલ્ડિંગ તોડી પાડી નવી બિલ્ડિંગ કરવાનો નિર્ધાર કર્યો હતો. જે અંતર્ગત પાલિકા દ્વારા તેમની શાળા બનાવવા ની દરખાસ્ત મંજુર કરી મજૂરી અપાતા કંપની દ્વારા 1.25 કરોડ ના ખર્ચે નવી અત્યાધુનિક શાળા બિલ્ડીંગ બનાવવા માટે આજરોજ શાળા સંકુલ ખાતે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સુબ્રત સત્પતિ તેમજ અન્ય કંપની ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા ના પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પના મેરાઈ , નવ નિયુક્ત પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ અન્ય પાલિકા સભ્ય શિક્ષણ સમિતિ સભ્યો અને શાસનાધિકારી ની હાજરી માં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ હતી. આગામી એક વર્ષ માં શાળા ની અત્યાધુનિક બિલ્ડિગ નું નિર્માણ કરી પાલિકા ને સુપ્રત કરશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM