જામનગર દ્વારા લોહાણા જ્ઞાતિની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ૩૨ મો સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

લોહાણા જ્ઞાતિની છેલ્લા ૩૬ વર્ષથી કાર્યરત સંસ્થા શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા અહીંના વિશ્વકર્મા બાગ ગાંધીનગર મેઈન રોડ ખાતે જ્ઞાતિ ના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે ૩૨ મો સરસ્વતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો ઊપસ્થિત રહયા હતાં.લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહ માં રઘુવંશી સોશ્યલ ગ્રુપ નાં પ્રમુખ યોગેશ વિઠલાણી, મંત્રી ખ્યાતિબેન ચોલેરા અને પ્રોજેક્ટ ચેરમેન અતુલ રાયઠઠ્ઠા દ્વારા સહુ મહેમાનો ની સાથે સાથે ઉપસ્થિત જ્ઞાતિજનો ને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કર્યા બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ધારાશાસ્ત્રી અને ભાજપ નાં શહેર ઉપાધ્યક્ષ હેમલભાઈ ચોટાઇ, ડો.દિપકભાઈ ભગદે અને ડો. એ.ડી.રૂપારેલિયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધન મા સંસ્થા દ્વારા સતત ૩૨ વર્ષથી યોજવામાં આવતા આ સરસ્વતિ સન્માન સમારોહ નાં સફળ આયોજન માટે સંસ્થા ના હોદેદારો અને સભ્યોને અભિનંદન આપ્યા હતા તેમજ એક સમયે તેઓના સંતાનો પણ આ સંસ્થા દ્વારા પુરસ્કૃત થયેલ હોવાનું જણાવ્યું હતુ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા અને આજના આ મોબાઇલ ના સમય માં પણ ઉચ્ચ ગુણાંક મેળવવા બદલ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપ્યા હતા. સંસ્થા દ્વારા આ વર્ષે એલ કે જી થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના ૫૦૦ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *