

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 24: ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે “સ્વચ્છતા હી સેવા’ (SHS) 2023 કેમ્પેઇન અંતર્ગત ચાલી રહેલા “કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત” ના કાર્યક્રમમા ભાગ લઇ સ્વચ્છતા અંગેનો સંદેશ આપ્યો હતો.




રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમા ભાગ લેતા જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાનો જન્મદિવસ સ્વચ્છતા કેમ્પેઇન થી ઉજવી રહ્યા છે. આ પ્રેરણાદાયી કાર્યક્રમ અન્વયે તા.15મી સપ્ટેમ્બરથી તા.15મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં શરૂ થયા છે.

‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશાને ચરીતાર્થ કરતા મંત્રીશ્રીએ, સૌને અપીલ કરતા જણાવ્યુ હતુ કે પોતાનુ ઘર, આંગણુ, શૌચાલય, જાહેર સ્થળો, ઓફિસો વિગેરેમા સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સાથે જ જાહેર સ્થળોએ કચરો નાખવો નહી. જો સ્વચ્છતા રાખીશુ તો ગંદકીનુ પ્રમાણ નહિવત રહેશે. તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા જરૂરી છે.

ડાંગ જિલ્લાના સર્વાગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમા મહિલાઓને પગભર કરવા માટે દુધાળા પશુઓની જોગવાઇ કરવામા આવી છે. પાણીની સમસ્યા દુર કરવા માટે સરકારે કરોડો રૂપીયાની ફાળવણી કરી છે. તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારમા નેટવર્ક સમસ્યા દુર થાય તે માટે 50 જેટલા ટાવર પણ ઉભા કરવામા આવશે. તેમ મંત્રીશ્રીએ પૂરક વિગતો આપતા કહ્યું હતું.

આહવા ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમા “કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત”નો કાર્યક્રમ યોજાયો :

એક લોકસેવક અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાથે પ્રજાજનો સીધા સંપર્કમા આવી શકે તે માટે, મંત્રીશ્રીએ એક હેલ્પલાઇન સેવા પણ શરૂ કરી છે. જેનો નંબર 81718 37183 છે. પ્રજાની કોઇપણ સમસ્યા માટે આ નંબર ઉપર વોટ્સેએપ સંપર્ક સાધવા માટે મંત્રીશ્રીએ અપીલ કરી છે.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ વેળા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટીના કારણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે ઘરેઘરે શૌચાલય બનાવવામા આવ્યા છે. આજે લોકો સ્વચ્છતાને પ્રાધાન્ય આપી રહ્યા છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત થયા છે.

ડાંગ જિલ્લામા સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વ સહાય જુથો તેમજ સફાઇકર્મીઓને પ્રમાણપત્ર લથી સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ સ્વચ્છતા અંગેના શપથ લેવામા આવ્યા હતા.
“સ્વચ્છતા હી સેવા” (SHS) 2023 ના કાર્યક્રમના ભાગરૂપે આહવા ખાતે ગાંધી ઉધ્યાનથી ‘સ્વચ્છતા રેલી’નુ આયોજન કરવામા આવ્યુ હતુ. સાથે આહવા બસ સ્ટેશન ઉપર ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. જે બાદ પ્રભારી મંત્રીશ્રીએ ‘મન કી બાત કાર્યક્રમ’મા હાજરી આપી હતી.
તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા જરૂરી : – મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, માજી પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રીમતી બિબિબેન ચોધરી, નિલમબેન ચોધરી, આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચોધરી, વધઇ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, મહામંત્રી શ્રી હરિરામભાઇ સાંવત, શ્રી રાજુભાઇ ગામિત, શ્રી દિનેશભાઇ ભોયે, આહવા સરપંચ શ્રી હરિચંદભાઇ ભોયે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.બી.તબિયાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઇ જોષી સહિત અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામા સ્વ સહાય જુથોની બહેનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલ કાર્યક્રમમા એનાઉન્સર તરીકે શિક્ષક શ્રી વિજયભાઇ ખાંભુએ સેવા આપી હતી.