

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
નર્મદા નદી ના પૂર ને લઇ અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી મેગા નવરાત્રી મહોત્સવ રદ કરવાનો આવકાર દાયક નિર્ણય લઇ નવરાત્રી નું તમામ ફંડ પૂર અસરગ્રસ્ત પરિવાર પાછળ ખર્ચ કરવાનો નિર્ણય લઇ પૂર પીડિતો ને અનાજ અને ,ઘરવખરી ની કીટ અને હવે ધાબરા, ચારસા, ચાદર નું વિતરણ કરવામાં આવી રહ્યું છે .


અંકલેશ્વર શહેર માં 85 સોસાયટી પાણી ગરક થઇ ગઈ હતી તો 16 ગામો માં નર્મદા ના પૂર ને લઇ ભારે તારાજી સર્જાઈ હતી. જેને લઇ લોકો માનસિક, શારીરિક અને આર્થિક રીતે પડી ભાગ્યા છે. ત્યારે આવા પૂર પીડિત પરિવારો ની પૂર વચ્ચે લોકો મદદ કરતી વેળા એ જોયેલી વ્યથા ના આધારે ગુંજ સોશ્યલ ગ્રુપ ના સભ્યો દ્વારા ચાલુ વર્ષે મેગા નવરાત્રી નું આયોજન રદ કરી માત્ર માતાજી ની પૂજા કરવા નો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ. નવરાત્રી ના આયોજન નું ભંડોળ સંપૂર્ણ પૂરપીડિતો પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ માં અંકલેશ્વર શહેરમાં પૂરમાં અસર પામેલી સોસાયટીઓ માં પાણી અને ફૂડ પેકેટ નું વિતરણ કર્યું હતું. તો પૂરગ્રસ્ત સ્લમ વિસ્તારમાં અન્ન કીટ આપવામાં આવી હતી. હવે ગુંજ સોશ્યલ ગ્રુપ આ પરિવાર માટે ધાબરા, ચારસા, ચાદર નું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. સંસ્થા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવાર માટે સ્ટોલ ઉભા કરી કુપન દરેક અસરગ્રસ્ત પરિવાર ને આપી સ્ટોલ પર થી તેમને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગુંજ સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ સુધીર ગુપ્તા અને ગરબા આયોજન કમિટી ના ચેરમેન ધર્મેશ ચાવડા એ સભ્યો ની સર્વ સંમતિ થી આવકાર દાયક નિર્ણય લીધો છે