
ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાંથી મોટર સાયકલની ચૌરી કરતા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા શરીર/મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા સારુ સુચના આપેલ હોઇ જે અનુસંધાને, (૧) પો.ઈન્સ.શ્રી,આર.એમ.વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓના માર્ગદર્શન હેઠળ ગઇ આજરોજ અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ બ.નં.૭૧૬ એલ.સી.બી. તાપી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમા નીકેળેલ હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં,૬૫૪ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ બ.નં.૭૪૦, નાઓને ખાનગી રાહે સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “બે ઇસમો ચોરીની એક કાળા કલરની સિલ્વર કલરના પટ્ટાવાળી નંબર પ્લેટ વગરની હીરો કંપનીની સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પાખરી ગામની સીમમા હાઇવે નં.૫૩ ઉપર ફરે છે.” જે બાતમી આધારે પાખરી ગામની સીમમા આવેલ હાઇવે નં.૫૩ ઉપર આવતા બે ઇસમો સદર બાતમી હકિકતવાળી નંબર પ્લેટ વગરની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પેલેન્ડર મો.સા, સાથે જણાઇ આવતા તેઓને લાકડી તથા ટોર્ચના અજવાળાથી ઉભા રહેવા ઇશારો કરતા સદર સ્પેન્ડર મો.સા. ચાલકે તેના કબ્જાની મો.સા. ઉભી રાખેલ અને સદર મો.સા. ઉપર બેસેલ આરોપી-(૧) વિપુલ હંસરાજ ગાવીત ઉ.વ.૨૦ રહે-લઽકોટ હીરા ફળીયુ તા.નવાપુર
જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) (૨) યોવનભાઇ મણીલાલભાઇ ગામીત ઉ.વ.૨૮ રહે-છુટી ગામ ઉપલું ફળીયુ તા.ઉચ્છલ
જી.તાપીનો હોવાનુ જણાવેલ મજકુર ઇસમોના કબ્જામાં નંબર પ્લેટ વગરની હીરો કંપનીની સ્પેલેન્ડર મોટર સાયકલના એન્જીન નંબર તથા ચેચીસ નંબર જોતા ચેચીસ નંબર MBLHAR087J5G05084 તથા એન્જીન નંબર HA10AGJ5G10992 ના છે જે મોટર બાબતે મજકુર ઇસમો પાસે માલિકી અંગેના દસ્તાવેજી પુરાવાની માંગણી કરતા કોઇ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ ન હોય અને વધુ પછપરછ કરતા સદર મો.સા. ચોરીની હોવાનુ કબુલાત કરતા હોય સદર બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી કરતા ઉપરોકત મોટર સાયકલ ચોરી બાબતે ઉચ્છલ પો.સ્ટે. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં- ૧૧૮૨૪૦૦૬૨૩૦૭૧૨/૨૦૨૩, ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, પકડાયેલ આરોપીની કબજાની મોટર સાયકલની કિ.રૂ.૫૫,૦૦૦/- તથા અંગઝડતી કરતા અલગ- અલગ કંપના મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ Cr.P.C. કલમ- ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે લીધેલ છે. અને મજકુર ઇસમ ઉપરોકત ગુનાના કામે તા.૨૫/૦૯/૨૦૨૩ ના રોજ અટક કરી આગળની વધુ તપાસ સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ :
અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ બ.નં.૭૧૬ તથા અ.હે.કો.જગદીશભાઇ જોરારામ બ.નં.૩૮૮, અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં.૬૫૪, અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ બ.નં.૩૭૩, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ બ.નં.૯૦૭, અ.પો.કો.અરૂણભાઇ જાલમસીંગભાઇ બ.નં.૪૧૫ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ બ.નં.૭૧૪, અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ બ.નં.૭૪૦ દ્વારા કરવામાં આવેલ છે.