વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને જામનગર અને દ્વારકા જિલ્લા માટે રૂબરૂ કરાયેલા સુચનોમા આ સુવિધા માટે ભારપુર્વક જણાવાયુ હતુ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની ભલામણથી દ્વારકા સ્થિત જગતમંદિર પરિસરમા રેલવે ટીકીટ બુકીંગ કાઉન્ટર જે બંધ હતુ તે ફરીથી શરૂ થઇ ગયુ છે જેથી ખૂબ જ મોટીસંખ્યામા યાત્રીકો તેમજ નગરજનો માટે સાનુકુળતાઓ થઈ છેવેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ તાજેતરમાં જ જામનગરની મુલાકાત દરમ્યાન રાજકોટ ડીવીઝન ના ડીઆરએમ તેમજ સમગ્ર ટીમ સાથે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલવે ને લગત મુદાઓની વિશેષ છણાવટ થઇ હતી તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્ર્નો બાબતે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમજ મહત્વના સ્ટોપ શરૂ કરવા તેમજ ફરીથી આપવા બાબતે ભારપુર્વક ભલામણ કરી હતી સાથે સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપુર્વકનુ ભલામણ સાથેનુ સુચન કર્યુ હતુ જેમા આ જગતમંદિર પાસેજ દેવસ્થાન સમિતિ ઓફીસમા રેલવે બુકીંગ કાઉન્ટર બંધ હતુ તે ફરીથી શરૂ કરવાની બાબતેની પણ ખાસ ભલામણ પણ કરવામા આવી હતીજે ભલામણ ના પગલે રેલવે વિભાગ દ્વારા તાત્કાલીક નોંધ લઇ દ્વારકા જગતમંદિર પરિસર મા રેલવે બુકીંગ કાઉન્ટર તારીખ ૧૦ થી ફરીથી શરૂ કરી દેવામા આવ્યુ છેઉલ્લેખનીય છે કે તીર્થક્ષેત્ર દ્વારકામાં શ્રી દ્વારકાધીશજી મંદિરમાં અગાઉ રેલવે બુકીંગ કાઉન્ટર કાર્યરત હતુ તે રેલ્વે વિભાગ દ્વારા ઘણા સમયથી બંધ કરવામા આવ્યુ હતુ જેથી ખૂબ મોટી સંખ્યાના યાત્રિકોને અને નગરજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો માટે તે તુરંત કાર્યરત થાય તે માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ રેલવે વિભાગને ભલામણ કરી હતીઆ ભલામણ ના પગલે રેલવે વિભાગે નોંધ્યુ છે કે માનનીય સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ
ની સુચનાથી શ્રી દ્વારકાધીશજી મંદિર પરિસર ખાતે રેલવે બુકીંગ સેન્ટર ફરી શરૂ કરવામાં આવે છે જે તારીખ ૧૦ થી કાર્યરત થઇ ગયેલ છે તેમજ સપ્તાહના દિવસોમાં 08.00-12.00 અને 16.00-20.00 અને રવિવારે 08.00-12.00 વાગ્યા સુધી બુકીંગ થઇ શકશેઆ રીતે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમત થી દ્વારકામા યાત્રીકો અને નગરજનો માટે રેલવેને લગત વધુ એક સુવિધા ફરીથી શરૂ થઇ ગઇ છે

