મહાત્મા ગાંધીજીને સ્વચ્છાંજલિ રૂપી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સિદ્ધપુર નગરપાલિકા ખાતે કેબિનેટ મંત્રશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ જોડાયા

ગાંધી જયંતી નિમિત્તે ‘સ્વચ્છ ભારત અભિયાન’ના પ્રણેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા થી પૂજ્ય મહાત્મા ગાંધીજીને સ્વચ્છાંજલિ રૂપી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મત વિસ્તાર સિદ્ધપુર નગરપાલિકા ખાતે કેબિનેટ મંત્રશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ સાથે વિવિધ મહાનુભાવો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિકો એકસાથે મળીને “સ્વચ્છતા અભિયાન” માં શ્રમદાન કરી ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ જેવા ઉમદા વિચારને ખરા અર્થમાં સાર્થક કરીને “સ્વચ્છતા હી સેવા” થકી “સ્વચ્છ ભારત” ના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આવો, આપણે સૌ રોજિંદા જીવનમાં સ્વચ્છતાની નાની-નાની આદતોને વણી લઈએ. આપણા ભારત દેશને વધુ સ્વચ્છ અને સુંદર બનાવીએ. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, પાટણ લોકસભા સીટ પ્રભારી શ્રી અશોકભાઈ જોશી , કલેકટર શ્રી અરવિંદ વિજયનજી, એડિશનલ કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનીતબેન પટેલ, સિદ્ધપુર તાલુકા ભાજપ, સિદ્ધપુર શહેર ભાજપ, નગરપાલિકાના કોર્પોરટરશ્રીઓ, કાર્યકરો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને નગરજનો સાથે જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *