ગાંધીનગરના ચિલોડા ખાતે યોજાયેલ ’એક તારીખ, એક કલાક’ના સૂત્ર સાથેના મહાશ્રમદાન કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી સહભાગી બન્યા

રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા રાજ્યભરમાં ૧લી ઓક્ટોબરે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ચિલોડાના મુખ્ય બજાર ખાતે યોજાયેલ ‘એક તારીખ,એક કલાક’ સૂત્ર સાથેના મહાશ્રમદાન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા સહભાગી બન્યા હતા. જિલ્લા કલેકટરશ્રી અને મહાનુભાવો સહિત ગ્રામજનોએ એક કલાક સુધી ચિલોડા ગામના મુખ્ય બજારની સાફ-સફાઈ કરી હતી.
આ સફાઇ કાર્યક્રમ બાદ સર્વે ગ્રામજનો અને મહાનુભાવોને સ્વચ્છતા અંગેના શપથ ગામના સરપંચ શ્રીમતી શ્વેતલ જૈમિન પટેલ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. કલેકટર શ્રી હિતેષ કોયાના હસ્તે ગામની આંગણવાડીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

મહાશ્રમદાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી,મહાનુભાવો સહિત ગ્રામજનોએ એક કલાક સુધી ચિલોડા ગામના મુખ્ય બજારની સાફ-સફાઈ કરી


આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, જીએલપીસીના મેનેજીંગ ડાયરેકટર શ્રી ર્ડા. મનિષ બંસલ, સી.આર.પી.એફ.ના ડી.આઇ.જી. શ્રી જે.એમ.કોહલી, યુનિસેફના હોર્સ સ્પેશ્યિાલિસ્ટ શ્રી નાગેશ્વર, સી.આર.પી.એફ.ના ડેપ્યુટી કમાન્ડર શ્રી સુમન, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી વિનોદભાઇ જોષી, ડી.આર.ડી.એના શ્રી મહેન્દ્રસિંહ ચાવડા, ચિલોડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશોકભાઇ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *