









તારીખ 29.09.2023 ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ સાહેબના વરદ હસ્તે લાકરોડા પ્રાથમિક શાળાના નવીન બિલ્ડીંગના ખાતમૂહુતઁ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો . અધ્યક્ષશ્રી માનનીય શ્રીમતી શિલ્પાબેન જયેશભાઈ પટેલ, પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર તથા મુખ્ય મહેમાન શ્રીમતી પ્રિયંકાબેન હિતેશભાઈ પટેલ, પ્રમુખશ્રી તાલુકા પંચાયત માણસા હાજર રહી પ્રસંગની શોભામાં વધારો કરેલ. લાકરોડા ગામના આગેવાન શ્રી વિક્રમસિંહ ચાવડાએ ખૂબ જ સુંદર સંચાલન કર્યુ, તેમજ ગામના પ્રશ્નો ની રજૂઆત પણ કરી. શાળાની બાળાઓએ પ્રથમ પ્રાર્થના ગીત તે પછી સ્વાગત ગીત ગાઇ સોના દિલ જીતી લીધા. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ સાહેબે પોતાના પ્રવચનમાં ખૂબ જ દિલથી ગ્રામજનો સમક્ષ વાત કરી કે આ શાળાનું મકાન ખૂબ જ અધ્યતન કક્ષાનું બનશે. તેના દરેક રૂમ, પ્રયોગશાળા વગેરે અલગ અલગ રંગરૂપ થી સજાવવામાં આવશે. બાળકો શિક્ષણ સારી રીતે મેળવશે તેમજ રમતગમત માટેની પણ જરૂરી સગવડો પૂરી પાડવામાં આવશે. આવનારી પેઢીને વધુ સારુ શિક્ષણ મળે તે માટે સરકાર સંકલ્પશીલ છે. તેમણે જણાવ્યું કે લાકરોડા ગામના વિકાસના કામોમાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે, જેવા કે તળાવ ઊંડા કરાશે, કેનાલના પાણી દ્વારા ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવામાં આવશે. લાકરોડા ગામને નેશનલ હાઈવે સાથે જોડવામાં આવશે. મેડિકલ સેવા સારી રીતે મળી રહે તે માટે પીએચસી ને વધુ ડેવલપ કરવામાં આવશે, તે સિવાય નવા પાકા રસ્તાઓનો વિકાસ કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું. તેમણે કહ્યુ કે મારા મત વિસ્તારનું એક પણ ગામ વિકાસથી વંચિત નહીં રહે. આચાર્યશ્રી અનિલભાઈ પટેલ સાહેબ તથા સર્વે શિક્ષકો હાજર રહી કાર્યક્રમને ભવ્યરૂપ આપ્યું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં શ્રી વ્યાસ સાહેબ, ગુરુવેન્દ્રસિંહ રાઠોડ,એન.કે.ચાવડા,સંદીપસિંહ ચાવડા, સુજલભાઈ પટેલ, રણજીતસિંહ ચાવડા,મહેન્દ્રસિંહ ચાવડા,વહીવટદાર તલાટી સાહેબ સૌ હાજર રહ્યાં. સર્વે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ થયો.