માણસા ખાતે ધારાસભ્ય શ્રી જે. એસ.પટેલ ની ઉપસ્થિતિમાં ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

સ્વચ્છતા એક દિવસ માટે નહીં પણ હંમેશા માટે સેલ્ફ ડિસિપ્લીન તરીકે હોવી જાેઈએ ની શીખ આપતા ધારાસભ્ય શ્રી જે. એસ.પટેલ

‘‘સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને આજ રોજ માણસા ખાતે ધારાસભ્ય શ્રી જે. એસ.પટેલ ની ઉપસ્થિતિમાં મહા સફાઈ અભિયાનની કામગીરી થઈ હતી.


માણસા ખાતે મહા શ્રમદાન અભિયાનમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જે. એસ.પટેલ એ જણાવ્યું કે, ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ગાંધીજીના સપનાનું સ્વચ્છ ભારત બને તે માટે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક દેશવાસીઓને એક ધ્યેય સાથે સફાઈ અભિયાન તરફ વાળ્યા છે. આ કામ લોક નાયક જ કરી શકે છે. કોરોનાના કપરા કાળમાં તેમણે સમગ્ર દેશમાં સ્વયંભૂ લોકડાઉન કરી કોરોનાને માત આપવામાં સફળતા મેળવી હતી. ત્યારે ફરી એક વાર સમગ્ર દેશ આજે ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનમાં જાેડાયો છે. સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ માટે નહીં પરંતુ દરેક લોકોએ સ્વયં શિસ્ત જાળવી સ્વચ્છતા રાખવામાં હરહંમેશ પોતાનું યોગદાન આપવુ જાેઈએ. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં રોગ નહીં આવે. જાે આપણે બધા એક જ દિશામાં કામ કરીશું તો ભારત સ્વચ્છતા અને તંદુરસ્તીમાં નંબર વન બનશે. વધુમાં ધારાસભ્ય શ્રી જે. એસ.પટેલ સ્વચ્છતાના આ મહા આંદોલનમાં તમામ લોકોને સામૂહિક રીતે જાેડાઈને ગાંધીજીને અંજલિ આપવા આહવાન કર્યું હતું. ધારાસભ્ય શ્રી જે. એસ. વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આ સ્વચ્છતા અભિયાનથી સમગ્ર દેશને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. અત્યારે આપણે સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યા છે, અત્યારે ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે.


ધારાસભ્ય શ્રી જે. એસ.પટેલ એ માણસા ખાતે સૌ પ્રથમ શેઠ વ્રજલાલ રસિકલાલ ગાર્ડન (નગરપાલિકા સામે) – ઝાડુ લઈ સફાઈ કરી હતી ત્યારબાદ પટેલ એમ.એમ.હાઈસ્કૂલ – ઇટાદરા ખાતે સફાઈ અભિયાન આદર્યુ હતું. સફાઈ અભિયાન કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ સૌને આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *