મહુવા તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર ભગવાનપુરા સ્વામીમંદીર ખાતે યોજાયો

રીપોર્ટ,મયુર પટેલ

રક્તદાન શિબિર મા 83 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું

 દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી નો જન્મદિવસ 17 સપ્ટેમ્બર થી લઈ 2 ઓક્ટોબર સુધીના પખવાડિયાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા પખવાડિયા તરીકે ઉજવતા હોય છે.

       આ  સેવા પખવાડિયા દરમિયાન વિવિધ સામાજિક સેવાના કાર્યોથી સમાજના અંતિમ છેવાડા ના મનુષ્યમાં વિવિધ પ્રકારની સેવાઓથી  સામાજિક ચેતના પ્રવર્તે તે સંબંધે વૃક્ષારોપણ, આરોગ્ય કેમ્પ, આયુષ્યમાન કાર્ડ વિતરણ, સેવા વસ્તીના લોકોની સામાજિક ચેતના,સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ જેવા વિવિધ સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય.

  મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પ્રમુખ ઘનશ્યામ ગરાસીયા ની આગેવાની હેઠળ ભગવાનપુરા મુકામે સ્વામિનારાયણ મંદિરના કેમ્પસમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

  જેમાં 83 જેટલા રક્તદાતાઓએ જરૂરિયાતમંદ લોકો માટે રક્ત સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી ની બ્લડ બેન્ક વિભાગના સહયોગથી એકત્રિત કર્યું હતું.

     તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ હિતેશ નાયકે પોતે પણ આ પ્રસંગે રક્તદાન કરી યુવા રક્તદતા ઓ માટે પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું,તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખ ઈસ્માઈલ વરાછીયા તેમજ પત્રકાર બંધુ હનીફ ખાને પણ આ પ્રસંગે રક્તદાન કરી અનોખી મિસાલ સમાજમાં પૂરી પાડી હતી .

   આ કાર્યક્રમ માં મહુવા તાલુકા પંચાયત ના પ્રમુખ શીલાબેન પટેલ, મહામંત્રી હેમંત ચૌધરી, હર્ષદ પટેલ પ્રકાશ પટેલ ગૌરાંગ પટેલ,વિસ્તારક સચિન તડવી, સામાજિક અને રાજકીય આગેવાન જૈમિનઢોડિયા જેવા સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યુવા રક્તદાતાઓનો ઉત્સાહ વર્ધન કરવા માટે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *