કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષને જીવન ગૌરવ એવોર્ડ અર્પણ

રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ૩૫ વર્ષોથી અવિરત તથા નિષ્ઠાપૂર્વક સેવાઓ આપવા બદલ કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેનું જીવન ગૌરવ એવોર્ડ”, શાલ, સન્તમાનપત્ર તથા સુતરની આંટીથી અખિલ ભારત રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના પ્રધાનમંત્રી ડો. શ્રી હેમચન્દ્ર વૈધના વરદ્ હસ્તે, તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રી જેઠાલાલ જોશી સભાગૃહ, અમદાવાદ મધ્યે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાંતિય સમિતિના કાર્યાધ્યક્ષ તેમજ ગુજરાતના નામાંકિત કવિ અને લેખક શ્રી રાજેન્દ્ર પટેલના પ્રમુખપદે યોજાવામાં આવેલ સન્માન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતાં પ્રાંતિય સમિતિના કોષાધ્યક્ષ શ્રી શરદભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિનું સ્થાન પ્રથમ નંબરે આવે છે. ગુજરાતના કેન્દ્રો અને પ્રચારકોની સંખ્યામાં કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના ૯ જિલ્લામાં કચ્છ પ્રથમ રહયું છે. જે પ્રશંસનીય છે. તેથી જિલ્લા અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદેનું ‘જીવન ગૌરવ” એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. પ્રતિભાવ આપતાં શ્રી શંકરભાઈ સચદેએ જણાવેલ કે, સમિતિના કર્મઠ મહામંત્રી શ્રી પદ્મકાંતભાઈ રાવલ તથા સૌના સાથ – સહાકારથી કચ્છમાં હિન્દીના ક્ષેત્રમાં યશસ્વી કામ થઈ શક્યું છે. તેથી હું આ સન્માનને વ્યકિતગત રીતે જોવા કરતાં સમગ્ર કચ્છ જિલ્લાના સન્માન તરીકે જોઉં છું. પ્રાસંગિક પ્રવચનો કરતાં ડો. શ્રી હેમચન્દ્ર વૈધ, નામાંકિત ગઝલકાર પ્રો. ભગવાનદાસ જૈન, હિન્દી કોલેજના આચાર્ય શ્રી અશોકભાઈ પટેલે ભારતમાતાની બિન્દી સમાન રાષ્ટ્રભાષા હિન્દીનું મહત્વ સમજાવી, ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓમાં પણ કેન્દ્રો, પરીક્ષા કેન્દ્રો તથા પરીક્ષાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે જોવા અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં હિન્દીના બુઝુર્ગ અગ્રણીઓ શ્રી ગોવિંદભાઈ ચૌધરી – મહેસાણા તથા શ્રી શંકરભાઈ પટેલ અને શ્રી રમાકાન્ત રાવલ– અમદાવાદનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પ્રાથમિકથી રત્ન સુધીની પરીક્ષાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિધાર્થી ભાઈબહેનોનું અરવિંદ જોશી અમૃતપર્વ પુરસ્કાર અર્પણ કરી બહુમાન કરવામાં નાવ્યું હતું. સન્માન સમારોહમાં કચ્છ જિલ્લામાંથી મહામંત્રી શ્રી પદ્મકાન્તભાઈ રાવલ, શ્રીમતી અનસૂયાબેન રાવલ, શ્રીમતી પુષ્પાબેન સચદે, શ્રી હિરેનભાઈ સચદે તથા શ્રી વસંતભાઈ ઠકકર વગેરે હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *