બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ દ્વારા અવેરનેસ એકઝીબિશન અને માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન દ્વારા વિશ્વ માનસિક દિવસની ઉજવણી કરવામાં આવી

શહેરના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન દ્વારા અવેરનેસ એકઝીબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું

‘મેન્ટલ હેલ્થ ઇઝ યુનિવર્સલ હ્યુમન રાઇટ’ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2023 માં વિશ્વ માનસિક દિવસની ઉજવણી માટે જાહેર કરાયેલ થીમ છે.
BM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એ અમદાવાદના આશ્રમ રોડ પરના તેના પરિસરમાં જનજાગૃતિ પ્રદર્શન અને માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને વિશ્વ માનસિક દિવસની ઉજવણી કરી.
અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને આ અવેરનેસ એકઝીબિશનનું ઉદ્ઘાટન કર્યું અને 10મી ઑક્ટોબર, 2023ના રોજ તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. મેયરશ્રીએ ખાસ કરીને યુવાનોમાં વધી રહેલી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને સમાજની સેવા માટે BM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ તકે BM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના અધ્યક્ષ શ્રી પી.કે.લહેરીએ માનનીય મેયરને અમદાવાદના તમામ 33 વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર્સ (UHC) પર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સેવાઓ શરૂ કરવા વિનંતી કરી હતી. અમદાવાદના 500 થી વધુ નાગરિકોએ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પરના પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જ્યાં ક્લિનિકલ અને રિહેબિલિટેશન સાયકોલોજીના PGD તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પોસ્ટરો અને માહિતી પ્રદર્શનમાં રાખવામાં આવી હતી.


પ્રદર્શન અને માનસિક સ્વાસ્થ્ય તપાસ શિબિરની મુલાકાત લેવા સ્કિલ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, ગણપત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, VS હોસ્પિટલની AMC નર્સિંગ કૉલેજ અને લોક માન્ય તિલક નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સંસ્થાના માનસિક સ્વાસ્થ્ય કેમ્પમાં 170 થી વધુ લોકોએ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે તપાસનો લાભ લીધો હતો. સ્ક્રીનીંગ પછી સંભવિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની શક્યતાઓ ધરાવતા લોકોને ફ્રી કન્સલ્ટેશન અને કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પહેચાન પહેલ હેઠળ માનસિક વિકલાંગતાથી પીડિત લોકો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ સંસ્થામાં વેચાણ માટે રાખવામાં આવી હતી. BM ઇન્સ્ટિટ્યૂટની પુનર્વસન સેવાઓના લાભાર્થીઓએ મુલાકાતીઓ માટે ફૂડ સ્ટોલ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. કોમ્યુનિટી અવેરનેસ, આઉટરીચ અને એન્ગેજમેન્ટ વર્ક હેઠળ, BM ઇન્સ્ટિટ્યૂટે 10મી ઑક્ટોબરથી 13 ઑક્ટોબર સુધી અમદાવાદ શહેરમાં 33 મુખ્ય સ્થળોએ વિશાળ (8 મીટર x 3 મીટર) ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રીન પર જાહેર જાગૃતિ ડિજિટલ સંદેશ મૂક્યો છે.
BM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની ટીચિંગ ફેકલ્ટીએ પણ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવને રોકવા માટે 10/10/23ના રોજ હાઇસ્કૂલના બાળકો અને આર્મી સ્કૂલ, અમદાવાદના શિક્ષકોને સંબોધિત કર્યા હતા. BM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના ડાયરેક્ટર ડૉ. મધુ સિંઘે જણાવ્યું હતું કે, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ અને માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓના અધિકારોના રક્ષણ માટે મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 મુજબ નીતિના અસરકારક અમલીકરણને વધુ સુચારું બનાવવું જોઈએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *