મુક બધિર બાળકો માટે RBSK યોજના આશિર્વાદ સમાન

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
સરકાર શ્રી ના RBSK(રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ) યોજના જન્મ થી મુક બધિર(બહેરા મુંગા) બાળકો માટે આશિવાદ સમાન સાબિત રહી છે. ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ૧૦ થી ૧૨ લાખ ના ખર્ચે થતી કોકીલીયર ઇમ્પ્લાન્ટ ની સર્જરી વડોદરા એસ. એસ. જી હોસ્પિટલ માં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તારીખ ૨૧/૯/૨૩ ના ગુરુવાર ના રોજ એક ગરીબ આદિવાસી બાળક ની કોકીલીયર ઈમ્પ્લાન્ટ ની સફળ સર્જરી કરતા પરિવારે ડોક્ટર શ્રીઓનો ખુબ જ આભાર માન્યો હતો….. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમ કુઇ ગામના નિશાળ ફળિયા માં રહેતી ધ્રુવી રાકેશભાઈ ચૌધરી ..ઉમર ૪ વર્ષ ૬ માસ જેમની ગુરુવારે તારીખ ૨૧/૯/૨૩ ના રોજ તાપી જિલ્લાની ચાલુ વર્ષ ની કોકીલીયર ઈન્પ્લાન્ટ ની સફળ સર્જરી કરવામાં આવી હતી …S S G હોસ્પિટલ વડોદરા ના ડોક્ટર R.G.Ayyar સાહેબે જણાવ્યું હતું કે આ ઓપરેશન માં ૪ થી ૫ કલાક જેટલો સમય લાગે છે નાની ઉંમર(છ વર્ષ થી નીચે)માં સર્જરી થાય તો વધુ સારી સફળતા મળે છે કોકીલીયર ઈન પ્લાન્ટ ઓપરેશન ના બાળક ના કાનની ચામડી ના અંદરના ભાગ મા સર્જરી કરીને ઇલેકટ્રોડ મશીન ફીટ કરવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ અઠવાડિયા પછી ટાંકા ખોલી કાન મા નાંખેલ મશીન ની સ્વીચ ઓન કરવામાં આવે છે આ બાળકની સંપૂર્ણ રીકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળક ની ઓડીટરી વર્બલ થેરાપી (AVT) માટેની જરૂરી ટ્રેનીંગ પણ લેવી પડે છે જેથી ધીમે ધીમે બાળક સાંભળતું અને બોલતું થાય છે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલ મા આ સર્જરી માટે આશરે ૧૦ થી ૧૨ લાખ જેટલો ખર્ચ થાય છે જે SSG હોસ્પિટલ વડોદરા મા સરકાર શ્રી ના RBSK કાર્યક્રમ અંતર્ગત વિના મૂલ્યે કરવામાં આવી છે આ આપણા તાપી જિલ્લા ની પ્રથમ કોકીલીયર ઈન્પ્લાન્ટ ની સર્જરી SSG હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. આ ગરીબ બાળક ને શોધી ને એના મૂળ સુધી એટલે કે સંપૂર્ણ સારવાર પુરી થઈ ત્યાં સુધી એમની સાથે જાતે હાજર રહી ને જેમણે સેવા આપી છે તેવા RBSK ના મેડીકલ ઓફિસર ડૉ અનુજા ચૌધરી અને ડૉ. અમીત પટેલ તથા તેમની ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ચિરાગ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે. સંપૂર્ણ કામગીરી નું તમામ માર્ગદર્શન અને માહિતિ સિનિયર સુપર વાઇઝર શ્રી રાજેશ ભાઈ શેઠ દવારા આપવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *