અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા ઉત્તમ અને કર્મનિષ્ઠ કામગીરી બદલ પીએસઆઇ એસ.કે.દેસાઈ “ગુડ સમરિટર્ન’ અંગે નું પ્રમાણ પત્ર એનાયત કર્યું

અરવલ્લી શામળાજી પી.એસ.આઇ એસ કે દેસાઈ કામગીરીને બિરદાવતી પ્રજા

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

રાજ્યભરમાં પોલીસ કોન્સ્ટેબલ થી લઇ ઉચ્ચ અધિકારીઓ ની સરાહનીય કામગીરીના હજારો કિસ્સાઓ જોવા મળતા હોય છે ખાખી ની સાફ સુથરી છબી આગળ લોકોનો વિશ્વાસ પોલીસ વિભાગમાં વધ્યો છે સેવા, સુરક્ષા અને શાંતિ જળવાય, તે માટે પોલીસ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે એડી ચોંટી જોર લગાવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવામાં હંમેશા સફળ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બારવાલે થોડા સમય પેહલા પોલીસ અધિકારીઓ ની આંતરિક બદલીઓ કરવામાં આવી..તે સાચા અર્થ માં સાર્થક નિવડી છે અનેકો ગુનાહિત પ્રવૃત્તિ સામે યોગ્ય નિણય સાબિત થયો છે
અરવલ્લી પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ ની બદલી બાયડ થી શામળાજી પોલીસ સ્ટેશન માં કરવામાં આવી હતી. પી.એસ.આઈ એસ કે દેસાઈ બાયડ ફરજ દરમિયાન અનેકો ગુનાહિત કેસો ઉકેલવા જાણે મહારથ મેળવી હોય તેમ કેસો ઉકેલ્યા છે તેમની સરાહનીય કામગીરીથી પોલીસ વિભાગ થી લઇ પ્રજાજનો મા સંતોષ ની લાગણી અનુભવી હતી .બાયડના એક યુવકનું દેવું વધતા બે દીકરી અને પત્નિ સાથે આત્મહત્યાનો પ્લાન ઘડતા જેની ગંભીરતા જોતા છેક બાયડ થી અમદાવાદ સુધીનો સમય ગણતરીના કલાકો માં અમદાવાદ પહોંચી તેમજ અમદાવાદ ના ટ્રાફિક ફસાતા ગાડીમાં થી ઉતરી દોડી યુવક તેમજ યુવક ની પત્નિ તથા બે દીકરીઓ નો જીવ બચાવા માં સફળ રહ્યા હતા જાણે ફિલ્મી દર્શ્યો સર્જાયા હતા. પી.એસ.આઈ એસ.કે.દેસાઈ કામગીરી જોતા તેમની બદલી શામળાજી પોલીસ સ્ટેશન મુકામે કરવામાં આવી હતી. શામળાજી પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળતા ની સાથે સતત પેટ્રોલિંગ અને બાતમીઓ ના આધારે દારૂની ઘુસણખોરી અટકાવા માં મોટા ભાગે સફળ રહ્યા છે શામળાજી ચેક પોસ્ટ આંતરરાજ્ય ને જોડતી ચેક પોસ્ટ છે ત્યારે માથા ભારે બુટલેગરો પર રોક સાથે આસામજી અને લુખ્ખા તત્વો પર તવાઈ બોલાવી હતી. સાથે અણસોલ ચેક પોસ્ટની અવરજવર પર બાજ નજર સાથે ગુનાહિત પ્રવૃત્તિ તથા આસામજી તત્વો પર કાબુ મેળવામાં સફળ રહ્યા છે શામળાજી પોલીસ સ્ટાફ સતત અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉભા પગે સેવા સુરક્ષા શાંતિ માટે કર્મનિષ્ઠ ભૂમિકા નિભાવી રહ્યા છે પી.એસ.આઈ એસ.કે.દેસાઈ પ્રજા અને પોલીસ વચ્ચે મિત્રતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે

મેઘરજ પીઆઇ કે.એસ.પટેલ તેમજ પી.એસ.આઈ કડીયાસાસી ગેંગ ના આરોપી ને મધ્યપ્રદેશ દબોચી લેતા પોલીસ વિભાગથી લઇ પ્રજાજનો માં વાહવાહી જોવા મળી હતી

મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તાર થી લઇ રાજસ્થાન ચેક પોસ્ટ પર દારૂની ઘુસણખોરી પર રોક સાથે અનેક ગુનાહો મેઘરજ પોલીસ સ્ટાફ સાથે વણઉકેલાયા કેસો ઉકેલવામા સફળતા મેળવી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *