સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જ્વેલરી નું એક્ઝિબિશન રાખવામાં આવ્યું

ડેવિડ પટેલ મહેસાણા

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ ૧૧-ઓક્ટોબર ૨૦૨૩ થી તારીખ ૧૨-ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ બે દિવસ માટે જ્વેલરી નું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથથી બનાવેલ અલગ અલગ જ્વેલરી જેમકે ઓક્સોડાઇઝ, કુંદન, મોતી, સ્ટોન  જેવી જ્વેલરી બનાવવા આવી હતી પ્રોફેસર ટ્વિન્કલ પરમારએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ એક્ઝિબિશનની 1000 થી વધારે વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો તથા વિસનગર અને મહેસાણાની જાહેર જનતા મુલાકાત લીધેલ હતી. જેમને આ એક્ઝિબિશન ની ખૂબ જ પ્રશંસા કરેલ હતી અને પોતાના ફીડબેક વોલ પર પોતાના ફિડબેક લખ્યા હતા. આ એક્ઝિબિશન દ્વારા વિદ્યાર્થીઓના છુપાવેલ પ્રતિભા બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો તથા વિદ્યાર્થીઓને પોતાનો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ની મંજૂરી પ્રેસિડેન્ટ શ્રી. પ્રકાશભાઈ પટેલ ,પ્રોવોસ્ટ ડૉ. પ્રફુલકુમાર ઉડાણી તથા સંસ્થાના ટેકનીકલ ડાયરેક્ટર ડૉ. એચ એન શાહ સર આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *