વિશ્વ દ્રષ્ટી સપ્તાહમાં તાલુકા પંચાયતના સહયોગથી તેજ આઈ સેન્ટરે ટાળી શકાય તેવા અંધાપા અંગે જન જાગૃતિ લાવવા નિઃશુલ્ક મેગા આઇ ચેકઅપ કેમ્પ આયોજન

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

જો સમયસર સાવચેતીના પગલાં લઈએ તો ૮૦% અંધાપો આવતો અટકાવી શકાય છે ! વિશ્વભરમાં “વિશ્વ દ્રષ્ટિ દિન” કે “વિશ્વ દ્રષ્ટિ સપ્તાહ” આ જ ઉદ્દેશથી ઉજવાય છે કે જેથી આવતો અંધાપો અટકાવી શકાય. આંખના મોટા ભાગના રોગમાં શરૂઆતમાં કેઈ સંકેત નથી હોતા જેના લીધે સમયસરનું નિદાન થતું નથી અને સમય સાથે અંધાપો આવે છે. જામર જેવા રોગમાં પણ શરૂઆતમાં કોઈ જ સંકેત હોતા નથી અને ૨૫% લોકો એવા છે કે જેમને એક આંખ ગુમાવ્યા પછી આ રોગ વિષે ખબર પડે છે. ૯ થી ૧૦% લોકો એવા છે કે જેમને બંન્ને આંખની દ્રષ્ટિને ખાસુ એવું નુકસાન થયા પછી પોતાને અંધત્વનો ખ્યાલ આવે છે. આ સિવાય કોવિડ પછી ડાયાબિટીસ ધરાવતા લોકોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાંથી ૨૫% લોકોને ડાયાબિટીસ આંખમાં આવે છે અને સમય સાથે દ્રષ્ટિ ગુમાવે છે. વર્કિંગ એજ પોપ્યુલેશનમાં અંધાપાનું મુખ્ય કારણ આંખોમાં આવી ઉતરેલ ડાયાબિટીસ જ છે પણ આજ ના સમયે લોકોને તેની જાણ નથી.આ અંગે જાગૃતિ કેળવવાના આશયથી મોડાસા તાલુકા પંચાયત સાથે મળીને તેજ આઇ સેન્ટરે અવેરનેસ પ્રોગ્રામ તરીકે નિઃશુલ્ક મેગા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યુ. જેમાં મનરેગા યોજના, મિશન મંગલમ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કાર્યરત કાર્યકર્તાઓને આમંત્રિત કરી ૨૫૦ થી વધુ જેટલા લાભાર્થીઓનું લેટેસ્ટ મશીનો વડે આંખની વિસ્તૃત તપાસ કરી મોડાસામાં અંધત્વ નિવારણ કાર્યમાં સફળ પ્રથમ પગલું ભર્યું. આ સાથે મોડાસામાં અંધત્વ નિવારણનો કાર્યક્રમ આગળ વધે તે માટે આવા કાર્યક્રમ અવારનવાર મોડાસામાં તેજ આઈ સેન્ટર ખાતે આયોજન કરવાનું નિશ્ચિત કર્યું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM