
પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને (૧) શ્રી,આર.અમે વસેયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી વ્યારા નાઓ એલ.સી.બી. સ્ટાફના

પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ ખાનગી રાહે સંયુક્ત રાહે બાતમી મળેલ કે “ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક પીળા કલરનો ટાટા ACE મીની ટેમ્પો ને,- GJ-02-2- 6863માં બે ઇસમો પાછળના ભાગે મરચાની ગુણની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નંદુરબારથી નીકળી સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે મોજે વીરપુર ગામની સીમમાંથી પસાર થતા ને.હા.નં ૫૩ પર ભારત પેટ્રોલીયમ કંપનીના (ઘર) પેટ્રોલ પંપ સામે સોનગઢથી સુરત જતા ટ્રેક પર વોચમાં હતા તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકિકતવાળો એક પીળા કલરનો ટાટા ACE છોટા હાથી ટેમ્પો નં.- GJ-02-2-6863નો આવતા જેને તમો પોલીસના માણસોએ લાકડી તથા ટોર્ચના ઇશારે વડે ઉભો રાખવાનો પ્રયત્ન કરતા વાહન ચાલકે ટેમ્પો ઉભો નહિ રાખી આગળ હંકારી જતા ખાનગી વાહનો બેસી ઉપરોક્ત ટેમ્પોનો પીછો કરી મોજું વીરપુર ગામની સીમમાંથી પસાર થતા ને.હા.નં.૫૩ પર ભારત પેટ્રોલીયમ કંપનીના (ઘર) પેટ્રોલ પંપ સામે સોનગઢથી સુરત જતા ટ્રેક પર ખાનગી વાહનોની આડાશ દ્વારા આયોજન પુર્વક કોર્ડન કરી, રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ચેક કરતા ચેક કરતા પાછળના ભાગે મરચા ભરેલ પ્લાસ્ટીકની ગુણો ભરેલ હોય જે મરચાની ગુણો હટાવી જોતા ખાખી કરલના પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટની ઇમ્પેરીયલ બ્લ્યૂ વ્હિસ્કીની કાચની નાની બોટલો ભરેલ હોય આરોપી- (૧) દિપક
બસબલ પાટીલ, ઉ.વ ૩૫, રહે. એક્તાનગર
નંદુરબાર તા.જી. નંદુરબાર (મારા) (૨) આઝામ પ્રકીર
ઇનામદાર, ૯.વ.૨૨ રહે. જામા મસ્જીદ, તાકી રોઠ, નંદુરબાર તા જ નંદુરબાર (મપરાષ્ટ્ર નાએ વગર પાસ પરમિટૈ પૌતાના કબ્જાના ટાટા ACE છોટા હાથી ટેમ્પો નં.-GJ-02-2-6863, આશરે કિ, શ ૧,૦૦,૦૦૦/- માં મરચાની ગુણોની આડમાં ભારતીય બનાવટની ઇમ્પેરીયલ બ્લ્યૂ વ્હિસ્કીની કંપની સીલબંધ ઇંગ્લીશ દારૂની નાની બોટલો કુલ-૧૨૦૦, કુલ કિંમત રૂ! ૧,૨૦,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ ની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૨, કિં.રૂ! ૫,૦૦૦/-, રોકડા રૂ! ૩,૮૫૦/- તથા મરચા ભરેલ પ્લાસ્ટીકની ગુણો કુલ-૧૫, જેમા મરચા આશરે ૪૫૦ કિ.ગ્રા., જેની આશરે કિ, રૂ! ૯,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૨,૩૭,૮૫૦/-

ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ
પો.ઇન્સ.શ્રી આર.એમ.વસૈયા, એલ.સી.બી.તાપી તથા અ.હે.કો.જગદીશભાઇ જોરારામભાઇ બિશ્નોઇ બ.નં-૩૮૮ અ.હે.કો. અનિરૂધ્ધ દેવસિંહ બ.નં-૭૧૬, અપો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, બ.નં. ૩૭૩, તથા પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, બ.નં. ૬૫૫, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, બ.નં.- ૭૧૪ નાઓએ કામગીરી કરેલ છે.
