
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત શાળા-કોલેજોના સ્ટાફ પરિવાર માટે ગરબા મહોત્સવનું આયોજન સેકટર-12માં આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું હતું. મા આદ્યશક્તિની ભક્તિ-અર્ચનાના આ પાવન અવસરે કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી અને સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલના વરદ હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે 3000 જેટલાં કર્મચારી ભઆ-બહેનોએ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહીને મહા આરતીમાં જોડાવાની સાથે ગરબે રમીને શક્તિ આરાધના કરી હતી.
