બ્રહ્માકુમારીઝ મોઢેરા રોડ, મહેસાણા સેવાકેન્દ્રનો વાર્ષિકોત્સવ નવરાત્રી મહોત્સવ સાથે ઉજવાયો.

શહેરના પ્રતિષ્ઠ મહાનુભાવો એ અધ્યાત્મ સશક્ત પ્રવચનનો લાભ લીધો.

   અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝના મોઢેરા રોડ, મહેસાણા સેવાકેન્દ્રનો પ્રથમ વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો. મહેસાણાના મોઢેરા રોડ પર સ્થિત વેલકમ પાર્ટી પ્લોટમાં, સંધ્યા કાળના બંધાયેલ સુંદર શમણામાં, નવરાત્રીના નવરંગમાં મહેસાણા મોઢેરા રોડ સેવાકેન્દ્રની સ્થાપનાનો પ્રથમ વાર્ષિકોત્સવ તેમજ નવરાત્રી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી. આ કાર્યક્રમમાં મહેસાણા ઉપક્ષેત્રના સુકાની આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીજી, બી.કે.કુસુમબેન, મહેસાણા મોઢેરા રોડ સેવાકેન્દ્રના બી.કે.જ્યોતિબેન, ભારતીબેન તેમજ મહેસાણા મુખ્ય સેવાકેન્દ્ર સંબંધિત સર્વ બ્રહ્માકુમારી બહેનો ઉપસ્થિત રહ્યા. સાથે-સાથે ડાહ્યાભાઈ પટેલ, ડાયરેક્ટર, લાયન્સ હોસ્પિટલ, મહેસાણા; અજીતભાઈ પટેલ, યોગા ટીચર, પતંજલિ, મહેસાણા; કેશુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ, મહેસાણા જિલ્લા ભાજપ; અશોકભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેટર, મોઢેરા રોડ મહેસાણા જેવા પ્રતિષ્ઠીત મહેમાનોએ મંચને શોભાયમાન બનાવી દીધું. સર્વ મંચાસિન મહેમાનોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો.

બી.કે.કુસુમબેને નવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું. સર્વ મંચાસિન મહેમાનોએ સેવાકેન્દ્રના પ્રથમ વાર્ષિકોત્સવની વધાઈ આપી. સેવાકેન્દ્ર એની સેવાઓની ખુશ્બુ ફેલાવતું રહે એવી શુભકામનાઓ આપી. આદરણીય સરલા દીદીજી એ આશીવર્ચન આપતાં નવરાત્રીના દિવસોમાં શિવ શક્તિ બની સર્વને બુરાઈઓ પર વિજય પ્રાપ્ત કરવાની અપીલ કરી.

મંચ પર સર્વ બ્રહ્માકુમારી બહેનોને તાજ, તિલક, હાર અને ચુંદડીથી સુસજ્જીત કરી આદ્યશક્તિની મહાઆરતી કરવામાં આવી. આ દરમિયાન વાતાવરણ એક દમ શક્તિશાળી બની ગયું હતું. સેવાકેન્દ્રના પ્રથમ વાર્ષિકોત્સવ નિમિત્તે કેક કાપી ઉત્સવ મનાવવામાં આવ્યો. મોઢેરા રોડ સેવાકેન્દ્ર પર નિયમિત જતાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરી માહોલને વધુ આનંદમય બનાવી દીધો. મહેસાણા મુખ્ય સેવાકેન્દ્રના ભાઈ-બહેનો, મોઢેરા રોડ સેવાકેન્દ્રના ભાઈ-બહેનો તેમજ મહેસાણાના પ્રતિષ્ઠીત આમંત્રિત મહેમાનો મળી ૬૦૦ આત્માઓએ આ કાર્યક્રમનો લાભ લીધો. અંતમાં સૌએ બ્રહ્માભોજન સ્વીકાર કર્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *