










માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ દ્વારા માણસા બી આર સી ભવન ખાતે આ.ઈ.ડી.અને બીઆરસી સ્ટાફના દ્વારા દિવ્યાંગ બાળકોને નવરાત્રી નિમિત્તે ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી માં અંબાની આરતીનો લ્હાવો લીધો હતો તથા બાળકો સાથે ગરબા રમીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત બીઆરસી ભવન ખાતે રૂપિયા 5000 નો ચેક શ્રી માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ દ્વારા જરૂરિયાત મુજબની વસ્તુઓ વસાવવા માટે તેમને અર્પણ અર્પણ કર્યો. તે ઉપરાંત માણસા વિધાનસભા ધારા સભ્ય શ્રી જે.એસ.પટેલ સાહેબે જણાવ્યું હતું કે શારીરિક ક્ષતિ ધરાવતા બાળકો ને જરૂરિયાત મુજબ ₹5,000 આપવાની પ્રતિબદ્ધતા
દર્શાવી હતી માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ સાહેબે દિવ્યાંગ બાળકો તેમજ શારીરિક ક્ષતિ ધરાવતા બાળકોને સહાય રૂપી પોતાનું યોગદાન આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.