







ગાંધીનગર મહાનગરપાલિકાના પેથાપૂર – ચરેડી વિસ્તારના બાળકોને સારું શિક્ષણ અને સંસ્કાર મળી રહે એ હેતુથી અંદાજે રૂ. 16 લાખના ખર્ચે નવી આંગણવાડી થનાર છે. જેનું ખાતમુહૂર્ત મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ કર્યું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે નગરજનો તેમજ બાળકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવીને લોક કલ્યાણ અને લોક હિતમાં વધુમાં વધુ વિકાસ થાય તેવી મહાનગરપાલિકાની નેમ છે.
આ વેળાએ સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.