અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી પેરોલ ફર્લો ટીમ

ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના અને પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા નામચીન અને માથાભારે બુટલેગર સૂકો ડુંડ અને તેના સાગરીતોએ બે તાંત્રિકોને વિધી કરવાના બહાને સ્કોર્પિઓ અને સ્વીફ્ટ કારમાં અપહરણ કરી તેના ઘરે લઈ જઈ લોંખડની પાઈપ વડે બંને તાંત્રિકોને માર મારી સ્વીચબોર્ડ માંથી વાયર વડે વીજકરંટ આપતા અને સુકાની મોટી પત્નીએ બંને તાંત્રિકોને ઢોર માર મારતા એક તાંત્રિકનું મોત થયું હતું હત્યાની ઘટનાના પગલે નામચીન બુટલેગર સૂકા ડુંડ સહીત ૬ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથધરી હતી હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ સૂકો ડુંડ અને તેના સાગરીતોએ હરિયાણા,રાજસ્થાન અને પંજાબના કુખ્યાત બુટલેગરોને ત્યાં શરણ લીધું હતું અરવલ્લી પોલીસે હત્યાના ગુન્હામાં તેની બે પત્નીઓની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ વાહન કબ્જે લીધા હતા હત્યાની ઘટનાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છતાં સૂકો ડુંડ પકડથી દૂર છે ત્યારે તેના અંગત અને ખાસ સાગરીત એવા હત્યામાં સંડોવાયેલ બહાદુર ઉર્ફે રામપ્રકાશ ડુંડને અમદાવાદના જેતલસર વિસ્તારમાંથી બહેનના ઘેરથી પેરોલ ફર્લો ટીમે  દબોચી લીધો હતો  અરવલ્લી પોલીસવડા સંજય ખારાતના માર્ગદર્શન હેઠળ  ડીવાયએસપી ભરત બસીયા,એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો અને ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા અનેક જગ્યાએ રેડ કરવાની સાથે ડોડીસરા વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યું હતું તેમ છતાં પકડથી દૂર રહ્યા છે ડીવાયએસપી ભરત બસીયાએ તો ભિલોડા પંથકમાં ધામા નાખી સુકા ડુંડ અને તેના સાગરીતોની શાન ઠેકાણે લાવવા શખ્ત કાર્યવાહી કરી રહ્યા છે     અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ કે એસ સીસોદીયા અને તેમની ટીમે ટેકનિકલ રીસોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે પોલીસ પકડથી બચવા ચોરી છુપે ફરત લૂંટ વીથ મર્ડરના આરોપી બહાદુર ઉર્ફે રામપ્રકાશ ડુંડને તેની અમદાવાદના જેતલસર ખાતે રહેતી બહેનના ત્યાં ઘરે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમે રામપ્રકાશ ડુંડને ઝડપી પાડવા ત્રણ દિવસ સુધી જેતલસર વિસ્તારમાં ધામા નાખી દબોચી લીધો હતો અને ભિલોડા પોલીસને સુપ્રત કર્યો હતો રામપ્રકાશ ડુંડ તેની ભિલોડા પંથકમાં રહેતી પ્રેમીકા નર્સના સંપર્કમાં હોવાથી પોલીસે મોબાઈલ નેટવર્ક ટ્રેસ કરી બહેનના ઘરે આશરો લેતા દબોચી લીધો હતો 

મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *