અરવલ્લી જિલ્લાની ૨૫૦ થી વધુ કૃષિ મંડળીઓના આર્થિક મજબૂતી કરણ માટે મોડાસામાં સેમિનાર યોજાયો

જિલ્લા સંઘ,સા.કાં. બેન્ક ને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સહકારી મંડળીઓ વ્યવસાયિક કામ કરી શકે એવા નવા ઉપનિયમોનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયુ

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આજરોજ મોડાસામાં અરવલ્લી જિલ્લા સંઘ, સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્ક અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ તાલુકાના ગામોની સેવા અને કૃષિ ધિરાણ મંડળીઓના
આર્થિક મજબૂતી કરણ માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં નવા તૈયાર કરાયેલા ઉપનિયમો અંગે તજજ્ઞો દ્વારા જિલ્લાની ૨૫૦ મંડળીઓનાં સેક્રેટરીઓ અને ચેરમેનો,સભ્યોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જેમાં આપવામાં આવેલ માહિતી મુજબ ગામડાઓની પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓને માત્ર કૃષિ ધિરાણ પુરતી મર્યાદિત ન રાખીને પેટ્રોલ પંપ શરૂ કરી શકે જન ઔષધી કેન્દ્ર શરૂ કરી શકે ગોડાઉન બનાવવા સહિતની યોજનાઓ થકી મંડળીઓને બહુહેતુક બનાવવા તેના ઉપનિયમો ઘડવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા ની ૨૮૨ મંડળીઓ એ આ નવીન ઉપનિયમો અપનાવ્યા છે.
આ સેમિનારમાં ગાંધીનગરના જોઈન્ટ રજીસ્ટ્રાર(મંડળીઓ) સુનિલભાઈ ચૌધરી, જિલ્લા રજીસ્ટ્રાર એસ.એમ.પટેલ, સા.કાં.બેંકના વા.ચેરમેન ભીખાજી ડામોર, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, બેંકના પૂર્વ એમડી અને મોડાસા તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના ડિરેકટર શામળભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહી સેમિનારને સફળ બનાવ્યો હતો. સા.કાં. બેકના ચીફ એક્ઝિક્યુટિવ એચ.પી.નાયક દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ઉપસ્થિત તજજ્ઞો દ્વારા નવા ઉપનિયમોના અમલીકરણ માટે અને એના ઉદ્દેશો વિશેની સમજ આપી એનો અમલ કરવા અંગે માટે મંડળીઓને પ્રોત્સાહિત અને માહિતગાર કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં તા.૩૦મી ઓક્ટોબર સુધી વિવિધ સેમીનારનું કરવામાં આવેલ આયોજનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ આજે આ સેમિનાર યોજાયો હતો.
તજજ્ઞોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓની સેવા સહકારી મંડળીઓને બહુહેતુક બનાવવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ત્યારે
આ નિયમોથી મંડળીઓ કોમ્પ્યુટરાઈઝડ થશે. જનઔષધિ કેન્દ્રો શરૂ કરાશે. ખાતર વિતરણ લાયસન્સ મેળવી શકશે. પેટ્રોલ પંપ શરૂ કરી શકાશે. ખેડૂતોને સોલર પંપ, ગોડાઉન બનાવવા સહિતની માહિતી પણ આપી શકશે વગેરે સેવાઓ વધારી મંડળીઓનાં આર્થિક મજબૂતી કરણ કરાશે.અંતમાં કાર્યક્રમનું સંચાલન આણંદ જિલ્લા સહકારી સંઘના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશભાઈ પટેલે કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM