
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિતે પથસંચલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400 થી વધુ સ્વયં સેવકો જોડાયા હતા શહેર ભાજપ દ્વારા પથસંચલન નું ફૂલો થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું





વિજયાદશમી ઉત્સવ હિન્દુ સમાજ નો વિજય ઉત્સવ છે તથા હિન્દૂ સમાજ માં પૌરુષ અને પરાક્રમ નું જાગરણ આ પવિત્ર પર્વમાં થાય છે ,વિજયાદશમી નો ઉત્સવ એ આસુરી શક્તિ ઓ ઉપર સમાજ ની સાત્વિક શક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ વિજય નું પ્રતીક છે .સમાજ ની સજ્જન શક્તિ ને જાગ્રત સંગઠિત અને સક્રિય કરી રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ બંધુત્વ ના માર્ગ ઉપર અગ્રેસર કરીશું તેવા ભાવ સાથે અંકલેશ્વર તાલુકા અને નગર માં વિજયાદશમી ઉત્સવ નિમિતે પથસંચલન તથા પ્રકટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પથસંચલન શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી રમણ મુળજી વાડી પહોંચી હતી અને ત્યાં સ્વયં સેવકો અને સમાજ ના આગેવાનો દ્વારા શસ્ત્ર પૂંજન કરવામાં આવ્યું હતું આ પથસંચલન માં નગર સંઘ ચાલક જવાહર વરેલાણી ,નિલેશ ભાવસાર ઉદ્યોગપતિ ,મહેશભાઈ પટેલ .રાહુલ ભારત સહીત ના આગેવાનો હાજર રહ્યા હતા