
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર નગર પાલિકા ની વિવિધ સમિતિ ના ચેરમેનો ની વરણી કરવામાં આવી છે ,પાલિકા ની મળેલી સામાન્ય સભા માં ભાજપ ના મેન્ડેડ મુજબ વિવિધ સમિતિ ના ચેરમેનો ની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ભાજપ ના આગેવાનો અને પાલિકા ના સભ્યો એ શુભેચ્છા પાઠવી હતી


અંકલેશ્વર નગર પાલિકા સભા ખંડ ખાતે સામાન્ય સભા યોજાય હતું જેમાં પાલિકા ની કારોબારી સહીત 10 સમિતિ ના ચેરમેન ની વરણી કરવામાં આવી હતી ,જિલ્લા ભાજપ ના મહામન્ત્રી વિનોદભાઈ પટેલ મેન્ડેડ લઇ ને આવ્યા હતા ,બાદ વિવિધ સમિતિ ના ચેરમેનો ની મેન્ડેડ આધારિત વરણી કરવામાં આવી હતી ,કારોબારી ચેરમેન તરીકે નિલેશભાઈ પટેલ ,માધ્યમિક શાળા કમિટી ,વિરલબેન મકવાણા ,ડિસ્પેન્સરી કમિટી હિરલબેન પટેલ ,બાગ કમિટી નયનાબેન વસાવા ,હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી માં સુરેશ પટેલ ,લાઈટ વિભાગ માં કામિનીબેન ગાંધી ,વોટર વર્કસ માં જીગ્નેશભાઈ પટેલ ,વાહન કમિટી માં અક્ષેશ પટેલ ડ્રેનેજ કમિટી દક્ષાબેન પટેલ અને એપીએમસી સમિતિ ના સભ્ય તરીકે જ્યોત્સના બેન રાણા તેમજ પાલિકા ના દંડક તરીકે સુનિલ વસાવા ,ની વરણી કરવામાં આવી હતી ,આ ચેરમેનો ની વરણી ને પાલિકા ના સભ્યો અને ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો એ શુભેચ્છા પાઠવી હતી
આ સામાન્ય સભા માં 44 જેટલા વિકાસ ના કામો લેવામાં આવ્યા હતા જેને સર્વસંમતિ થી તમામ કામો ને મંજુર કરવામાં આવ્યા હતા