ડાંગવાસીઓને આહવાથી શિરડી પદયાત્રામાં જોડાવાની તક

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

દંડકારણ્યની પાવન ભૂમિમાં વસેલા ડાંગ જિલ્લાના પ્રજાજનો, ભાવિક ભક્તોને આહવા થી શિરડીની પદયાત્રામાં જોડાવાની તક ઉપ્લબ્ધ થઈ છે.

છેલ્લા સત્તર વર્ષોથી આહવાથી શિરડીની પદયાત્રાનું આયોજન કરતા સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે આ અઢારમી પદયાત્રા યોજાઈ રહી છે. આગામી તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૪ વાગ્યે પ્રસ્થાન થનારી આ પદયાત્રામાં જોડાવા ઇચ્છુક ભાવિક ભક્તોને, તા.૧૪મી નવેમ્બર સુધી તેમના નામો નોંધાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે, કે જેથી પદયાત્રાની આનુશાંગિક વ્યવસ્થાઓ સુપેરે હાથ ધરી શકાય.

આ પદયાત્રા દરમિયાન પદયાત્રીઓને સાઈધામના દર્શન સાથે માર્ગમાં ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી ગામોના લોકોનું ગ્રામીણ જીવન દર્શન, તેમની રહેણીકરણી, અને સહ્યાદ્રિ પર્વતમાળાના વિસ્તારનું અલૌકિક કુદરતી સૌંદર્ય પણ માણવા મળશે.

આયોજકો દ્વારા પદયાત્રિકો માટે માર્ગમાં ચા, નાસ્તા, સહિત ભોજન અને નિવાસની સુવિધાઓ પણ દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પદયાત્રામાં જોડાવા ઇચ્છતા ભાવિક ભક્તોને સંપર્ક નંબર : ૭૦૪૩૨ ૮૯૨૭૭, ૯૩૭૭૭ ૬૬૬૫૩, તથા ૯૪૨૯૦ ૫૬૭૮૩ નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *