










કડાણા તાલુકાના ખરાવાડા મુકામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે ખરાવાડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી જયાબેન કાંતિલાલ પટેલના વય નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી. સાથે નિવૃત્તિ બાદનું જીવન નિરોગી રહે તેવી પ્રાર્થના કરી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, કડાણા તાલુકા મંડળના મહામંત્રી શ્રી કે. પી. ડામોર, મુનપુર કોલજના પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ મહેતા, યુવા નેતા સચિનભાઈ શાહ, અજયપાલ સિંહ ચોહાણ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થિઓ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.