



સંતરામપુર તાલુકાના ભમરી મુકામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સૂચિત સહભાગી વન વ્યવસ્થા મંડળી ભમરી દ્વારા આયોજીત ગ્રામ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામ્ય સ્તરે વિકાસલક્ષી કામો તથા અન્ય સુવિધાઓ, જંગલોનુ સંરક્ષણ, વિવિઘ વિકાસના કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે વિવિઘ સ્ટોલની મુલાકાત લઈ અંતે ભોજન વેળાએ લોકોને પડિયા પતરાળામાં ભોજન પીરસી હર્ષની લાગણી અનુભવી. આ પ્રસંગે સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરીશભાઈ વળવાઈ, ગામના સરપંચશ્રી ભેમાભાઈ, સંજયભાઇ પટેલ, અજયપાલસિંહ ચૌહાણ, મૃગરાજ બાપુ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, વડિલો, ગ્રામજનો સહિત પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.