અંત્યોદય ની સેવા એજ સ્નેહ રૂપી સેવા..

પં.દિન દયાળ ઉપાધ્યાયજી  ની જન્મ જયંતિ નિમિતે માંડવી તાલુકા ના મસ્કા ગામ મધ્યે સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર દ્વારા પંડિતજી ની અંત્યોદય ની સેવા એજ સ્નેહ રૂપી સેવા ને સાર્થક કરતું કાર્ય કરાયું હતું.પંડિતજી એ જીવન પર્યંત અંત્યોદય ની ચિંતા સેવી  અને સેવા ઓ કરી હતી અને સદૈવ તેઓ ના હિત માટે કાર્ય કરીને પ્રેરણા રૂપી શીખ સમાજ ને આપી હતી.તેઓ ના આ સેવાકીય કાર્યો ને  યાદ કરી મસ્કા ગામ માં રહેતી ગંગા સ્વરૂપ માતાઓને સરકાર શ્રી ની યોજના હેઠળ ચુકવવામાં આવતી સહાય ના હુકમો અર્પણ કર્યા હતા અને શારીરિક અશક્ત વૃધ્ધ માતાઓ માટે બેન્ક ના કર્મચારીઓ  સ્થળ પર હાજર રહી ને આ પ્રકાર ની  તમામ પ્રક્રિયા સંપન્ન કરી ઘર પર જ સહાય ની રકમ અપાવા ની કામગીરી કરીને પંડિતજી ની કાર્ય શૈલી ને યાદ કરી સ્નેહ પુષ્પ અર્પણ કર્યા હતા.(રિપોર્ટ-અજય ખત્રી-માંડવી- કમલમ દૈનિક)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *