
તા.૨૬-૦૯-૨૦૨૦ના રોજ સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે ૨૬-૦૯-૨૦૨૦ ના રોજ ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૯ આસામીઓ પાસેથી રૂપિયા ૨૯,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ અને પરા બજાર ખાતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૧૨ રેંકડીઓ જપ્ત કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે(રિપોર્ટ-તુષાર પરીખ,રાજકોટ)


