કચ્છના કોડાય ગામે સેવાભાવી શ્રીમતીજીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવેલ

કચ્છ ની ધન્યધરા પર આવેલ કોડાય ગામે શંખેશ્વર ગામનું રત્ન સમાન કર્મ વિરાગના,સેવાભાવી, સેવાવ્રતધારી શ્રીમતી જીજ્ઞાબેન શેઠનું શ્રી મરદપીર દાદા ભાવિક મિત્ર મંડળ મુંબઇ-કચ્છ તથા કોડાય ગામના જૈન અગ્રણી અનેશ્રી મરદપીર દાદા ભાવિક મિત્ર મંડળના પ્રમુખ સેવાભાવિ શ્રીમાન વિજયભાઈ ગાલા દ્વારા સાલ,માળા અને સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ. આ પ્રસંગે કચ્છ કોડાયના જૈન મુનિ નયશેખર વિજયજી મ.સા અને જૈન મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા એ આશીર્વાદ પાઠવેલ.કોવિડ-19 ના સમય ના લોકડાઉન માં સેવાભાવી,કર્મ વિરાગના શ્રીમતી જીજ્ઞાબેન શેઠ એ તન-મન- ધન થી “કોરોના વોરિયર્સ” રૂપે સમગ્ર માનવજાતની જબરજસ્ત માવન સેવા કરેલ છે. પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા શંખેશ્વર તાલુકાના ગામોમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવેલ તેમાં સતત જોડાયેલા એવા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ ની ખૂબ ખૂબ અનુમોદના કરેલ.અને તેમની આ સેવાકીય કાર્ય ને બિરદાવામાં આવેલ.સાથે સાથે સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત કરેલ.આ પ્રસંગે વિજયભાઈ ગાલા એ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિ વિષે ચર્ચા કરી હતી.અને લોકડાઉન ના સમયમાં પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યો ની નોંધ લઈ બિરદાવેલ.આ પ્રસંગે વિજયભાઈ ગાલા, જીવરાજ ગઢવી વિગેરે ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *