ગૃહઉદ્યોગોઅનેનાનાવેપારીઓનાપરિશ્રમનેઅજવાળીએ,તેમનીવસ્તુઓખરીદીનેચાલોતેમનીદિવાળીદીપાવીએ : સાંસદશ્રીપ્રભુભાઈવસાવા

“વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ‘વોકલ ફોર લોકલ’ પહેલ શરૂ કરી છે તેનાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે” સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓને સહકાર આપવાના હેતુથી ‘વોકલ ફોર લોકલ’ પહેલનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે ચાલો આપણે સૌ પણ આ પહેલમાં જોડાઈએ અને આ તહેવારોની સિઝનમાં સ્થાનિક બજારોમાંથી જ નાના વેપારીઓ, લારી ધારકો અને ફેરીયાઓ પાસેથી વસ્તુ ખરીદી તેમના પરિશ્રમને અજવાળીએ. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અનેક પ્રકારના દીવડા બનાવે છે ત્યારે આ દિવાળીએ તેમને ત્યાંથી દીવડાની ખરીદી કરી આપણા ઘરે તેમજ ત્યાં કામ કરતા સ્થાનિક ધંધાર્થીઓ ઘરે પણ અજવાળું કરીએ.

પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારો માંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ કહેવામાં આવે છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્વ રહેલું છે. ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો આ એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરે છે. આપણે દીવડો લઈ અને ઘરે પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે

સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા  જણાવે છે કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ‘વોકલ ફોર લોકલ’ પહેલ શરૂ કરી છે તેનાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. લોકો સ્થાનિક બજારોમાંથી વસ્તુ ખરીદશે જેનાથી નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો તેમજ તેની સાથે જોડાયેલા અનેક લોકોની દિવાળી સુધરશે. સરકારે જ્યારે આ નાના લોકોના પરિશ્રમને અજવાળવા એક પહેલ કરી છે ત્યારે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અપીલ કરી છે કે નાના ઉદ્યોગો પાસેથી તમે દીવડા તેમજ અન્ય વસ્તુની ખરીદી કરી નાના લોકોને સહભાગી બનજો અને તેમની દિવાળી દીપાવજો”.

તો ચાલો આપણે પણ આ ‘વોકલ ફોર લોકલ’ પહેલમાં સહભાગી બનીને આવા નાના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગો પાસેથી વસ્તુઓની ખરીદી કરી તેમના પરિશ્રમને જરૂરથી અજવાળીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *