





ગૌઅષ્ટમીના રોજ માન. કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સિદ્ધપુર મુકામે કામધેનુ ગૌ શાળા ( હોસ્પિટલ)ની મુલાકાત લઈ ને બિમાર ગૌ ધનની સેવા કરી ને આશિર્વાદ મેળવ્યા. સાથે સાથે સૌ કોઈ મિત્રો ને પોતાના જન્મ દિવસ, બાળકો ની જન્મ તિથિ, લગ્નતિથી અને વિવિઘ પ્રસંગો એ ગૌ સેવા કરી ને આશિર્વાદ મેળવવા અપીલ કરી હતી અને દરેક એ યથાશકતી રૂ. 500 કે રૂ. 1000 આપી આવા ભગીરથ ધાર્મિક કામમાં પણ જોડાવા અપીલ કરી. સાહેબશ્રી એ ગો સેવાના માટેના ધાર્મિક કાર્યમાં રૂ. 51000 નું દાન આપ્યું.….. આ અપીલ ના ભાગરૂપે આજરોજ શહેર ભાજપ ના મહામંત્રી દશરથભાઈ એ પોતાની પૌત્રી ના જન્મ દિવસ,રાજુભાઈ પટેલ બિલિયા એ જન્મ દિવસ તથા જીમી પટેલે પોતાની લગ્ન ની વાર્ષિક તિથિ પર બીમાર ગૌ ધન ની સેવા કરી અને અનુદાન કરીને આશિર્વાદ મેળવ્યા…… આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ શ્રીમતી અનીતાબેન પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી જશુભાઈ પટેલ, મહામંત્રી દશરથભાઈ, અંકુરભાઈ મારફતિયા,રોહિતભાઈ પંચોલી, વિજયસિંહ રાજપુત, કૌશલભાઇ જોષી, શૈલેષભાઇ પંચોલી, ભાવેશભાઇ રાજગુરુ, નિરંજનભાઈ ઠાકર, ડી ટી ઝાલા, કમલેશભાઈ પટેલ, સુરપાલસિંહ સહિત હાજર રહ્યા….