
માર્ગ અકસ્માત દરમિયાન પગમાં ઇજા થવાથી ઓપરેશ કરવામાં આવ્યું હતુ
ઇકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના કનાઇ ગામના વતની નટવરલાલ સોલંકીને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં નટવરલાલને પગના ભાગે ઇજા પહોંચી હતી. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તેમના પગનું નિ:શુલ્ક ઓપરેશન કરી સારવાર કરવામાં આવી હતી.
નટવરલાલ સોલંકી જણાવે છે કે હિંમતનગર નજીક ઇલોલ ખાતે ઘરે પરત ફરતા માર્ગ અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતા સરકારની ચોવીસ કલાક કાર્યરત એવી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સિવિલ હોસ્પીટલ હિંમતનગર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પગમાં ઓપરેશન કરવું પડે તેમ હતું. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તેમના પગનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમજ સિવલના સ્ટાફ દ્વારા સારી સારવાર આપવામાં આવી હતી. તેઓ વધુમાં જણાવે છે કે, પરીવારની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી આ ઓપરેશન કરાવી ન શકાતુ. પરંતુ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. આ યોજના સામાન્ય લોકો માટે આશિર્વાદ સમાન છે.