‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જિલ્લો ડાંગ’

વઘઈ તાલુકાના ગોદડીયા અને ખાતળ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના કાર્યક્રમો યોજાયા : ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’મા કુલ ૫૪૧ લોકોએ ભાગ લિધો : ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ તા.૧૫મી નવેમ્બર : ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશ સમસ્તમાં, જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે.

આ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચી, સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પુરો પાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાની પ્રતીતિ સાથે, પ્રજાજનોને મળવાપાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહી છે.

તા.૨૦મી નવેમ્બરના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ગોદડીયા અને ખાતળ ગામમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી. જેમા કુલ ૫૪૧ લોકોએ યાત્રામા ભાગ લઇ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. સાથે જ અહિ વિવધ કાર્યક્રમો પણ યોજાયા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાથે ગામમા વિશેષ ‘ગ્રામસભા’, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન, ગામના ગૌરવનુ સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગોદડીયા અને ખાતળ ગામે યોજાયેલ ‘યાત્રા’માં કુલ ૫૪૧ ગ્રામજનો જોડાયા હતા. દરમિયાન બન્ને ગામોના કુલ ૯૧ લોકોએ અહીં આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમા ૯૧ વ્યક્તિઓનુ ટી.બી સ્ક્રિનીંગ, તથા ૬૧ જેટલા લોકોનું સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સાથે પી.એમ.જે.વાય-મા યોજના, એન.સી.ડી., આભા આઇ-ડી અને વેકસીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

‘સંકલ્પ યાત્રા’ ના સથવારે ૪ મહિલાઓ, અને ૭ વિદ્યાર્થીઓને સન્માનિત કરાય હતા. તો ગોદડીયા અને ખાતળ ગામમા આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિસાન યોજના, જન ધન યોજના, ડિજીટલ રેકર્ડ ઉપર જમીન અને જળ જીવન મિશન અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરવામા આવી છે.

ગોદડીયા અને ખાતળ ગામની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, સરપંચશ્રી, સહિતના નોડલ અધિકારી શ્રી પ્રકાશભાઇ, આંગણવાડી બહેનો, આશા બહેનો, લાભાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *